અમરેલી જિલ્લા બેંકમાં ચેરમેનપદે શ્રી સંઘાણી બિનહરીફ થતા જિલ્લા આહીર સમાજનાં યુવા આગેવાન જીતુભાઇ ડેરનો આવકાર

અમરેલી,અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચેરમેનપદે શ્રી દિલીપભાઇ સંઘાણી બિનહરીફ થતા ભાજપના અગ્રણી અને અમરેલી જિલ્લા આહીર સમાજના પ્રમુખ તથા જાણીતા વેપારી શ્રી જીતુભાઇ ડેરે આવકારી ખુશી વ્યકત કરી હતી અને શ્રી દિલીપભાઇ સંઘાણી તથા તેમની પેનલના બોર્ડ ઓફ ડિરેકટરો સહીતને અભિનંદન પાઠવ્યા હતા અને જિલ્લામાં રાજકીયક્ષેત્રે સમરસતાનું વાતાવરણ બિરદાવ્યું હતુ.આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઇ કાછડીેયા, અમરડેરીના ચેરમેન અશ્ર્વિનભાઇ સાવલીયા સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.