અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી રિતેશ સોની કોરોના પોઝિટિવ : ચિંતાની લાગણી

  • છેલ્લા 10 દિવસથી શ્રી સોની હોમ આઇસોલેટ હતા
  • રાધીકા હોસ્પિટલમાં દાખલ કરાયા : રાજકીય અને મિત્ર વર્તુળ દ્વારા શ્રી રિતેશ સોની સાજા થાય તેવી પ્રાર્થનાં

અમરેલી,
અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી રિતેશ સોનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાની લાગણી છવાઇ છે અને તેમને સારવાર માટે રાધીકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જાહેર જીવનમાં સતત સક્રિય એવા શ્રી રિતેશ સોની છેલ્લા 10 દિવસથી હોમ આઇસોલેટ હતા અને તેમનો રિપોર્ટ થતા તે પોઝિટિવ આવ્યો હોવાની જાણ થતા તેમના બહોળા મિત્ર વર્તુળ અને રાજકીય વર્તુળમાં ચિંતાની લાગણી સાથે તેમની તબીયતની પૃચ્છા થઇ રહી છે.