સાવરકુંડલા,
સાવરકુંડલા એપીએમસીના સેક્રેટરી અને વાઈસ ચેરમેનની ઓડિયો ક્લિપ સોશીયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપમાં જૂથબંધી હોવાની વિગતો ઓડિયો ક્લિપ ને કારણે ચર્ચાને ચકડોળે ચડી છે જાણવા મળતી માહિતી પ્રમાણે સાવરકુંડલા યાર્ડમાં ભાજપના બુથના કાર્યક્ર્મમાં વાઈસ ચેરમેન મનજીબાપા તળાવિયાને સાઈડ લાઈન કરીને કાર્યક્રમનું આમંત્રણ ના આપતા થયો વિવાદ ઊભો થયો હોવાની વિગતો બહાર આવી રહી છે સાવરકુંડલા યાર્ડના વાઈસ ચેરમેન મનજીબાપા તળાવીયાએ સેક્રેટરી રમેશ રાદડીયાને ભાજપના બૂથના કાર્યક્ર્મ અંગે આમંત્રણ કે યાર્ડનો એક શેડ કાર્યક્ર્મ પૂરતો આપ્યો તેની જાણ ના કરતા સેક્રેટરી રમેશ રાદડીયા ને ખખડાવી નાખ્યા હતા અને યાર્ડના ચેરમેન દીપક માલાણીએ જે નિર્ણય કરવો હોય તે કરે તેવા શબ્દો પણ મનજીબાપા તળાવીયા એ ઉચાર્યા હતા જ્યારે સાવરકુંડલા યાર્ડમાં ભાજપના 4 કાર્યક્રમ થયા એકવાર પણપૂછવાની તસ્દી નથી લીધી કે યાર્ડ નો શેડ આપો ત્યારે સેક્રેટરી તરીકે તમારી જવાબદારી થાય પૂછવાની પણ તમે તે તસદી પણ લીધી ના હોય તેવા ઉદગારો મનજીબાપા તળાવીયા સેક્રેટરી રાદડીયા ને ખખડાવી ને કહ્યું હતું વધુમાં ભાજપના દિલીપ સંઘાણી વખતના મનજીબાપા તળાવીયા ભાજપમાં હોય છતાં યાર્ડના ચેરમેન દીપક માલાણી માટે ભાજપમાં હોવા છતાં દીપક માલાણી વિધાનસભાની ટિકિટ મળે તે માટે સાથે રહ્યા હતા તેવા શબ્દો પ્રયોગ પણ મનજીબાપા તળાવીયા એ કર્યા હતા જ્યારે યાર્ડના સેક્રેટરી ને ખખડાવતા કહ્યું હતું કે જ્યારે ધારાસભ્ય કાળું વિરાણી હતા ને યાર્ડમાં સેક્રેટરી હતા ત્યારે મારવા દોડ્યા ત્યારે બાપા આડા આવ્યા હતા એ ભૂલી ના જવાઈ તેવું કહેતા સેક્રેટરી રાદડીયા મારી ભૂલ છે એટલો જ ઓડિયો માં સ્વીકાર કરતા હતા ને મનજીબાપા તળાવીયા સેક્રેટરી રમેશ રાદડીયાને ઠપકો આપતી ભાષામાં 6 મિનિટની ઓડિયો ક્લિપ બહાર આવી છે યાર્ડમાં છેલા 10 વર્ષમાં તમે શું કર્યું છે હું બધું જાણું છું ને આ અઠવાડિયા પહેલાંની ઓડિયો ક્લિપ સોશીયલ મીડિયામાં વાયરલ થતાં મનજી બાપા તળાવીયાએ વાયરલ ઓડિયો અંગે સેક્રેટરીને ઠપકો આપ્યાની આપી પૂષ્ટી હતી ને મે કાઈ ખોટું નથી કીધું એને સાચું જ કીધું છે તેવો મીડિયાને જવાબ મનજી બાપા તળાવિયાએ આપ્યો હતો ત્યારે ભાજપના જૂના જોગી અને તાજા ભાજપમાં આવેલા દીપક માલાણી વચ્ચે મનદુ:ખ પડ્યું હોય ને સેક્રેટરી રમેશ રાદડીયાનો આમા મોટો હિસ્સો હોવાનું યાર્ડના સૂત્રો માંથી બહાર આવી રહ્યું છે