અમરેલી જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી

અમરેલી,
આજરોજ પ્રદેશ કાર્યાલય ’શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં અમરેલી જીલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઇ જેમાં ઉપસ્થિત રહી માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીનું સંગઠનાત્મક માર્ગદર્શન ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મેળવ્યું. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહજી, દંડક કૌશિકભાઈ વેકરિયા શ્રી વિનોદભાઈ ચાવડાજી, પ્રદેશ ઉપાધ્યક્ષ અને અમરેલી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ડો.ભરત બોધરાજી, પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાજી, ધારાસભ્ય શ્રી જે.વી કાકડીયાજી, શ્રી જનકભાઈ તલાવીયાજી, શ્ જિલ્લા મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, શ્રી મેહુલભાઈ ધોરાજીયા, શ્રી પીઠાભાઈ નકુમ સહિત સંગઠનના હોદ્દેદારશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ, કારોબારી સભ્યો તેમજ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.