અમરેલી જિલ્લા ભાજપની બેઠક બોલાવતા શ્રી જાડેજા,શ્રી વાઘાણી

  • અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કોૈશિકભાઇ વેકરીયા, સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય શ્રી જેવી કાકડીયા, શ્રી હીરાભાઇ સોલંકીની ઉપસ્થિતિ
  • પ્રદેશભાજપના ઇન્ચાર્જ અને જિલ્લાનાં ચુંટણી પ્રભારી દ્વારા ધારી સાવરકુંડલા રાજુલા, લાઠી વિધાનસભા મત વિસ્તારની બેઠકોમાં અપાયેલું માર્ગદર્શન

અમરેલી,
હાલમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં કમળને ખીલવવા માટે ચુંટણી ઈન્ચાર્જશ્રી તેમજ જિલ્લા ભાજપ ટીમ દ્વારા કમર ક્સી પાલીકા પંચાયત કબજે કરવા માટે રણનિતી તૈયાર કરવામાં આવી. જેમાં પ્રદેશ દ્વારા નિયુક્ત ચુંટણી ઈન્ચાર્જશ્રી જિતુભાઈ વાઘાણી અને ધર્મેન્દ્રસિંહજી, જિલ્લા ચુંટણી ઈન્ચાર્જ નારણભાઈ કાછડીયા, જે.વી.કાકડીયા, હીરાભાઈ સોલંકી અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્વારા ઉપસ્થિત કાર્યર્ક્તાઓને માર્ગદર્શન આપવામાં આવેલ. જેમાં ધારી તાલુકા ચુંટણી ઈન્ચાર્જ હિતેષ જોષી, શરદભાઈ લાખાણી, ભરતભાઈ વેકરીયા, ખાંભા તાલુકાનાં ચુંટણી ઈન્ચાર્જ પ્રેમજીભાઈ સેંજલીયા, મયુરભાઈ હીરપરા, રીતેશભાઈ સોની, બગસરા તાલુકા ચુંટણી ઈન્ચાર્જ કાંતીભાઈ સતાસીયા, બગસરા શહેર ચુંટણી ઈન્ચાર્જ રાજુભાઈ ગીડા, વાલજીભાઈ ખોખરીયા, લાઠી તાલુકા ચુંટણી ઈન્ચાર્જ મગનભાઈ કાનાણી, હીરેનભાઈ હીરપરા, દામનગર શહેર ચુંટણી ઈન્ચાર્જ ધીરૂભાઈ નારોલા, જિતુભાઈ ડેર, સાવરકુંડલા તાલુકા ચુંટણી ઈન્ચાર્જ નીતીનભાઈ નગદીયા, જિજ્ઞેશભાઈ પટેલ, સાવરકુંડલા શહેર ચુંટણી ઈન્ચાર્જ કેશુભાઈ વાઘેલા, ડો.ભરતભાઈ કાનાબાર, રાજુલા તાલુકા ચુંટણી ઈન્ચાર્જ ડો.હીતેશ હડીયા, બાવકુભાઈ ઉંધાડ, જાફરાબાદ તાલુકા ચુંટણી ઈન્ચાર્જ મહેન્દ્રભાઈ ધાખડા, તેમજ ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ રમેશ સતાસીયા, બગસરા શહર ભાજપ પ્રમુખ એ.વી.રીબડીયા, ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ શેલડીયા, લાઠી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલીયા, દામનગર શહેર ભાજપ પ્રમુખ પ્રિતેશ નારોલા, સાવરકુંડલા શહેર ભાજપ ટીમ, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ સાવલીયા, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખત્રોણા, જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ દીનેશભાઈ ત્રિવેદી સહીત અપેક્ષિત શ્રેણીનાં આગેવાનોની ઉપસ્થિતીમાં ચુંટણી લક્ષી બેઠકો સવારે રાજુલા વિધાનસભા, બપોરે ધારી વિધાનસભા, સાંજે સાવરકુંડલા અને લાઠી વિધાનીસભા વાઈઝ મળેલ. આ તકે સાવરકુંડલા વિધાનસભા બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી પુનાભાઈ ગજેરા, રાજુલા વિધાનસભા બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ, ભુપેન્દ્રભાઈ બસીયા, અશ્ર્વિનભાઈ સાવલીયા, વી.વી.વઘાસીયા, કમલેશ કાનાણી, જયેશભાઈ ટાંક, જયાબેન ગેલાણી, જનકભાઈ તળાવીયા ઉપસ્થિત રહયા હતા. તેમ જિલ્લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવાયુ છે.