અમરેલી જિલ્લા ભાજપમાં શ્રી કૌશીક વેકરીયા લક્કી પ્રમુખ સાબિત થયા

  • શ્રી મહેશભાઇ કસવાળા અને શ્રી મનિષ સંઘાણીની આગાહી સાચી ઠરી
  • અમરેલી જિલ્લામાં કોંગ્રેસનો સફાયો થવાનો હોવાનું બંને આગેવાનોએ જણાવ્યુ હતુ : શ્રી કૌશીક વેકરીયાની ગોઠવણ કામ કરી ગઇ

અમરેલી, અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ઇતિહાસમાં પહેલી જ વખત સર્વત્ર ભાજપ છવાયુ છે અને ભાજપના નાની વયના જિલ્લા પ્રમુખ શ્રી કૌશીક વેકરીયા ભાજપ માટે લક્કી સાબિત થયા છે શ્રી કૌશીક વેકરીયાની ગોઠવણો અને કુનેહ કામ કરી ગઇ હતી સાથે સાથે એ પણ નોંધનીય છે કે અમરેલી જિલ્લાના વતની અને ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રી મહેશ કસવાળાએ મતદાનના બે દિવસ પહેલા જ અમરેલી જિલ્લામાં કોંગ્રેસનો સંપુર્ણ સફાયો થવાનો છે તેમ જણાવ્યુ હતુ અને અઠવાડીયા પહેલા અમરેલી જિલ્લા સંઘના ચેરમેન અને યુવા આગેવાન શ્રી મનિષ સંઘાણીએ પણ અવધ ટાઇમ્સની સાથેની વાતચીતમાં વિશ્ર્વાસભેર કોંગ્રેસનું અસ્તિત્વ ખલાશ થઇ જશે અને યુવાનો ભાજપને લાવશે તેમ જણાવ્યુ હતુ તેમની વાત પણ સાચી ઠરી છે.