અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશીક વેકરીયાના પિતાશ્રીનું નિધન : ઘેરો શોક

  • અમરેલી જિલ્લા ભાજપ પરિવાર તથા રાજકીય વર્તુળો અને શ્રી કૌશીક વેકરીયાના બહોળા મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી : સ્વ. કાંતીભાઇ વેકરીયાને શ્રધ્ધાંજલી પાઠવાઇ : દેવરાજીયા મુકામે સદગતનું બેસણું

અમરેલી,
સમગ્ર પંથક માટે પરોપકારની ભાવના સાથે મદદરૂપ થવા તત્પર એવા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશીક વેકરીયાના પિતાશ્રી કાંતીભાઇ કેશવભાઇ વેકરીયાનું 69 વર્ષની વયે નિધન થતા ઘેરો શોક છવાયો છે.
શ્રી કાંતીભાઇ કેશવભાઇ વેકરીયાનું સુરત ખાતે નિધન થયુ હોવાના સમાચાર મળતા અમરેલી જિલ્લા ભાજપ પરિવાર તથા રાજકીય વર્તુળો અને શ્રી કૌશીક વેકરીયાના બહોળા મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી છવાઇ હતી સ્વ. કાંતીભાઇ વેકરીયાએ જયેષ્ઠ પુત્ર શ્રી ઉમેશભાઇ તથા શી કૌશીકભાઇ વેકરીયા સહિતના પરિવારને મુકીને અણધાર્યા પ્રયાણ કરતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે શ્રી કૌશીક વેકરીયાના બહોળા મિત્ર વર્તુળ, સ્નેેહીઓ તથા રાજકીય વર્તુળો દ્વારા સ્વ. કાંતીભાઇને શ્રધ્ધાંજલી પાઠવાઇ રહી છે.