અમરેલી,
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા બનાસકાંઠા, દ્વારકા, અમરેલી, સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા ભાજપ પ્રમુખોનીનિમણુંકોનો નિર્ણય લેવાતા અમરેલીમાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે શ્રી રાજેશભાઇ કાબરીયાની નિમણુંક કરવામાં આવી છે બનાસકાંઠામાં શ્રી કિર્તીસિંહ વાઘેલા, દ્વારકામાં મયુરભાઇ ગઢવી, સુરેન્દ્રનગરમાં હિતેંન્દ્રસિંહ ચોૈહાણઅને અમરેલીમાં રાજેશભાઇ કાબરીયાની વરણી કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે શ્રી કોૈશીકભાઇ વેકરીયા હતા પરંતુ તેમને ટીકીટ મળતા હાલ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક છે તેમની જગ્યાએ જે તે વખતે કાર્યકારી જિલ્લા ભાજપ કાર્યકારી પ્રમુખ તરીકે રાજેશભાઇ કાબરીયાને મુકયા હતા હાલ પ્રદેશે પરમનેન્ટ નીમણુંક આપી છે