અમરેલી, અમરેલી જિલ્લા ભાજપની વેપારી સેલ ની બેઠક શીતલ આઈસ્ક્રીમ ( જીઆઇડીસી અમરેલી) ખાતે મળી હતી જેમાં અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિક ભાઈ વેકરીયા,અમરેલી જિલ્લા વેપારી સેલના સંયોજક દિનેશભાઈ ભૂવા,સહ સંયોજક કેતનભાઇ ધોળકિયા (નીલકંઠ જ્વેલર્સ), જીતભાઇ દેસાઇ (નવનીત ઓટો),વિજયભાઈ દેસાઈ (દેસાઈ કોટેક્ષ), બાવચંદભાઈ ભાઈ મુંગલપરા (બગસરા), જયેશભાઈ ઠાકર (લાઠી) ,સંદીપભાઈ ભટ્ટ (સાવરકુંડલા), દિનેશભાઈ હડિયલ (બગસરા) તથા જિલ્લા ભાજપના આગેવાનો શરદભાઈ પંડ્યા, જયેશભાઈ ટાંક,અશોકભાઈ કકાણી ઉપસ્થિત રહ્યા હતા, મીટિંગ દરમિયાન અમરેલી જિલ્લા અને તાલુકાના વેપારીઓના પ્રશ્નો અંગે જરૂરી ચર્ચા થઈ હતી.