અમરેલી જિલ્લા ભા.જ.પ.ના ઉપ પ્રમુખ શ્રી જીતુભાઇ ડેરને કોરોના પોઝિટિવ

અમરેલી,શ્રી કાણકીયા મહેતા શૈક્ષણિક સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી અને શ્રી ચાવંડ કેળવણી મંડળ ના ઉપ પ્રમુખ અને અમરેલી જિલ્લા ભા.જ.પ.ઉપ પ્રમુખ શ્રી જીતુભાઇ ડેર 1 માર્ચ 2020 થી લઈ 15 સપ્ટેમ્બર સુધી અવિરતપણે ચાવંડ ખાતે કોરોનાવોરિયર્સ તરીકે જીવ જોખમે રાત દિવસ વતનમાં આવતા પ્રવાસીઓને ચાવંડ ખાતેના મેડિકલ કેર સેન્ટરમાં જરૂરી તાપસ અને સુવિધાઓ મળી રહે તેની ચિંતા કરી તમામની કાળજી લઈ ચા નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કાર્યરત કરી સતત લોકોની વચ્ચે રહી સેવાયજ્ઞ કરતા કરતા તા.15 સપ્ટેમ્બર 2020 ના રોજ કોરના સંક્રમિત થતા હોમ આઇસોલેશન થયેલ છે તા.30 સપ્ટેમ્બર 2020 સુધી હોમ આઇસોલેશન હોવાથી ટેલિફોનિક સંદેશા કે વાતચીત કરી શકશે નહીં અને ઘણા બધા સ્નેહીજનોના સારી તંદુરસ્તી માટે શુભેચ્છાઓ આપતા સંદેશાઓ મળેલ છે પણ પ્રત્યુતર આપી શક્યા નથી અને આજે ફરી ટેસ્ટ રિપોર્ટ કરાવતા સર્વેની શુભેચ્છાઓને બળે નેગેટિવ આવતા હોમ કોરંટાઇન થયેલ છે .શ્રી જીતુભાઇ એ જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિએ જરાપણ લક્ષણો લાગે તો કોરોના ટેસ્ટ રિપોર્ટ કરવાથી ડરવું નહિ અને વહેલી તકે રિપોર્ટ કરાવવા થી જલ્દીથી આપણે સ્વસ્થ થઈ શકાય છે સર્વે સ્નેહી વડીલોની શુભેચ્છાઓ થી ખૂબ સારી તંદુરસ્તી પ્રાપ્ત થઈ ગયેલ છે.