અમરેલી જિલ્લા મ.સહકારી બેંક દ્વારા 10.93 લાખના વિમાના ચેક અપાયાં

અમરેલી,અમરેલી જિલ્લા મ.સ. બેંક દ્વારા ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન અને નેતૃત્વમાં 71 શાખાઓ મારફત અદ્યતન ટેકનોલોજી સાથે સુવિધા પુરી પાડવામાં આવે છે જિલ્લા બેંક કે અગ્રણી જીવન વિમા કંપની એકસાઇડ લાઇફ ઇન્સ્યોરન્સ સાથે સને. 2005 થી જોડાણ કરી લોકોને કુદરતી અને આકસ્મિક મૃત્યુમાં જીવન વિમો આપી વધુ એક સારી સુવિધા આપવા બીડુ ઝડપ્યુ છે આ કંપની દ્વારા ચિતલ રોડ ઉપર રહેતા જિલ્લા બેંકના કર્મચારી વિરલભાઇ કામદારના પિતા શ્રી સ્વ. જયંતકુમાર કાંતીલાલ કામદારે રૂા.52.250 ની જીવન વિમા પોલીસી 2020 માં લીધી હતી તેનુ કુદરતી રીતે અવસાન થતા ઉંડા દુ:ખની લાગણી વ્યક્ત કરેલી અને તેમના વારસદાર જયશ્રીબેન જયંતકુમાર કામદારને 5.06.860 તથા વડીયાના ભુખલી સાંથડી ગામના સ્વ. મનસુખભાઇ વિરજીભાઇ નસીતને પણ 30 હજારનો વિમો લીધ્ોલો તેનું આકસ્મિક મૃત્યુ થતા તેમના વારસદાર કાંતાબેન નસીતને રૂા.5.85.864 મળી કુલ 10.93 લાખના ચેક બેંકના જનરલ મેનેજર (સીઇઓ) બી.એસ. કોઠીયા તથા એડીશ્નલ જનરલ મેનેજર અશોકભાઇ ગોંડલીયા અને એકસાઇડ લાઇફ ઇન્સ્યોરન્સના જિલ્લાના સિનીયર મેનેજર કમલેશભાઇ ખત્રીના હસ્તે 10.93 લાખના વિમા ચેક અર્પણ થયા હતા આ કાર્યક્રમમાં બેંકના વહીવટી મેનેજર મહેશભાઇ પટેલ, સિનીયર ઓફીસર મહેશભાઇ કાબરીયા, વિમા કંપની સ્ટાફ હાજર રહેલ સિનીયર હેડ શ્રી દિપકભાઇ ગજેરાએ પણ અવસાન અંગે દિલગીરી વ્યક્ત કરેલ તેમ જનરલ મેનેજર બી.એસ. કોઠીયાએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.