અમરેલી જિલ્લા લેઉવા પટેલ સમાજ દ્વારા અવધ ટાઇમ્સનું સન્માન

સમુહલગ્નોત્સવને સફળ બનાવનાર લેઉવા પટેલ સમાજના મોભીઓ શ્રી ડી.કે. રૈયાણી તથા શ્રી ભીખુભાઇ કાબરીયા, શ્રી કાંતિભાઇ વઘાસીયા અને શ્રી ભરતભાઇ સાવલીયા અવધ ટાઇમ્સની મુલાકાતે
અમરેલી,
અવધ ટાઇમ્સની શુભેચ્છા મુલાકાત દરમિયાન અમરેલી જિલ્લા લેઉવા પટેલ સમાજના આગેવાનોએ અમરેલી જિલ્લા લેઉવા પટેલ સમાજ દ્વારા અવધ ટાઇમ્સનું સમાજીક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપવા બદલ સન્માન કર્યુ હતુ.
અમરેલીના આંગણે યોજાયેલા લેઉવા પટેલ સમાજના ભવ્ય સમુહલગ્નોત્સવને સફળ બનાવનાર લેઉવા પટેલ સમાજના મોભીઓ શ્રી ડી.કે. રૈયાણી તથા શ્રી ભીખુભાઇ કાબરીયા, શ્રી કાંતિભાઇ વઘાસિયા અને શ્રી ભરતભાઇ સાવલીયા અવધ ટાઇમ્સની મુલાકાતે પધાર્યા હતા.
લેઉવા પટેલ સમાજના મોભીઓએ આ મુલાકાત દરમિયાન દરેક સમાજની સામાજીક અને રચનાત્મક પ્રવૃતિઓને પ્રોત્સાહન આપનારા અમરેલી જિલ્લામાંથી પ્રસિધ્ધ થતા દક્ષીણ સૌરાષ્ટ્રના નંબર વન દૈનિક અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણનું સન્માન કર્યુ હતુ.