અમરેલી જિલ્લા સિવિલ એન્જિનિયર-આર્કિટેક એસો.ની બેઠક મળી

અમરેલી, અમરેલી જિલ્લા સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેક એસોસિયેશનની તા 13/4/22 ના રોજ સર્કિટ હાઉસ ખાતે મિટિંગ થયેલી.જેમાં ગુજરાત કાઉન્સિલ ફોર પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર ના મનઘડત અને બિન વ્યાહવારું રજીસ્ટ્રેશન પ્રકિયા સામે વિરોધ કરવા બાબતે અને આંટીઘૂંટી વાળી પ્રકિયા ના સરળીકરણ માટે પ્રમુખશ્રી કિશોરભાઈ જાની,ઉપ પ્રમુખશ્રી નરોત્તમભાઈ સાકરીયા સેક્રેટરીશ્રી કૌશિક ટાંક તેમજ જિલ્લા ભરમાંથી ઉપસ્થિત સભ્ય શ્રીઓ હજાર રહ્યા હતા.જેમાં 13/4/22 ના રોજ જીસીપીસીઇ ગાંધીનગર કચેરીએ રૂબરૂ 24 સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવેલી અને તા 18/4/22ના રોજ અમરેલી કલેકટર શ્રીને આવા તઘલખી રજીસ્ટ્રેશન પ્રકિયનાં વિરોધ માટે આવેદન પત્ર આપવમાં આવનાર છે. આગામી દિવસોમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ અમરેલી જિલ્લા સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેક એસોસિયેશન દ્વારા રૂબરૂ મુલાકાત યોજી રજીસ્ટ્રેશન માટેની પ્રકિયા સરળ બનાવવા મળવા જવા આયોજન કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે આવા જીસીપીસીઇના તઘલખી નિર્ણયો બાબતે ફેફર કરવામાં નહિ આવે તો, સમગ્ર ગુજરાત ભરના 22528 રજીસ્ટર્ડ સિવિલ એન્જિનિયરો દ્વારા ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવામાં આવનાર છે એમ ગુજરાત ભરના તમામ શહેરોના એશોશીશનના પ્રમુખોની યાદી જણાવે છે.સમગ્ર ગુજરાતમાં બધા મુખ્ય શહેરોના એશોષીએશનો દ્વારા મીટીંગો કાર્યક્રમો ઉપકર્યક્રમો અને પ્રેસ નોટના માધ્યમ દ્વારા જલદ રજૂઆતો થઈ રહી છે2006માં વિધાન સભામાં સિવિલ એન્જિનિયરના બંધારણ માટે કાઉન્સિલની રચના માટે કાયદો પસાર થયેલો જે ખૂબ ગર્વની વાત છે.પરંતુ આ કાઉન્સિલના આરબીને સોંપવામાં આવેલું.જેમના સરકારી એન્જિનિયરોએ દ્વારા કાઉન્સિલના રજી્ટ્રેશનની ડીઝાઈન બિન પ્રોફેશનલ એન્જિનિયરોએ દ્વારા તઘલખી અને બીનવ્યહવરું કરવામાં આવેલ જે દ્વારા સૌ પથમ એજ 3 સરકારી એન્જિનિયરોએ પોતાનું રજીસ્ટ્રેશન કરી નાખ્યું.ત્યારબાદ 4 વરસ પછી આરટીઆઇના માધ્યમ દ્વારા ખર્ચની અને કામ અંગેની માહિતી માંગતા કુલ ખર્ચ 6 કરોડ કરતા વધારે રકમનો થયેલ હોવાનું આરટીઆઇમાં માહિતી મળેલી. ત્યાર બાદ જીસીપીસીઇ દ્વારા જટિલ પ્રકિયાની માયાજાળ અને અઘરા ચાળણાં વાળી પ્રકિયનાને લીધે 2022 સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ માત્ર 56 એન્જિનિયરો નુજ રજીસ્ટ્રેશન થવા પામેલું.આમ જોવામાં આવે તો આવા કાઉન્સિલમાં પ્રોફેશનલ એન્જિનિયરની ચુંટણી કરી નિમણુક કરવી જોઈએ તોજ પ્રોફેશનલ એન્જિનિયરની કાર્ય પદ્ધતિ સમજી શકે.પરંતુ કમ નસીબે એ બેસાડી દીધેલા બોડી એ નવી બોડી બનાવવા માટે કોઈ પ્રયત્ન કરેલ નહિ.અને યોગ્ય રજૂઆત થવા છતાં કોઈ સહકાર ભર્યું વલણ અપનાવેલ નહિ.