અમરેલી જિલ્લો હિલ સ્ટેશનમાં ફેરવાયો : દોઢ ઇંચ

  • ભરશિયાળે રાજુલાના ધાતરવડી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા : કપાને નુકશાન 
  • ગુરૂવારથી વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા ઠેર ઠેર ઝાપટા પડયા
  • જીરૂ, ચણા અને ઘઉ સહિતના તાજા વાવેતર થયેલા રવિપાકને ફાયદો થશે 

અમરેલી,
અમરેલી જિલ્લામાં ભર શિયાળે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોટા ભાગના વિસ્તારમાં ઝપાટાથી માંડીને દોઢ ઈંચ સુધી વરસાદ પડી ગયો હતો. હાલમાં શિયાળુ પાક ઉપજ આવવા પર છે ત્યારે જ વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયાની ફરિયાદ ઊઠી છે.
અમરેલી જિલ્લામાં ગુરુવારે સાંજથી જ જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ખાંભા સહિતના વિસ્તારમાં હળવા ઝપાટાઓ પડ્યાં હતાં. ત્યાર બાદ મોડી સાંજના જિલ્લામાં વરસાદશરુ થયો હતો અને સવાર સુધી મોટા ભાગના વિસ્તારોમાં પાણી વરસ્યું હતું. જિલ્લામાં સૌથી વધું જાફરાબાદ તેમજ આસપાસના ગામો રોહિસા, બલાણા સહિતના વિસ્તારમાં રાતભર દોઢ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. વરસાદના કારણે રોડ પરથી પાણી વહેતા થઈ ગયાં હતાં. રાજુલા અને આસપાસના ગામોમાં પણ રાતથી સવાર સુધીમાં 1 ઈંચ વરસાદ પડી ગયો હતો અને સવાર બાદ પણ ધીમીધારે વરસાદ ચાલુ રહૃાો હતો.
ખાંભા તેમજ આસપાસના ભાવરડી, ખડાધાર, સાલ, હનુમાનપુર, તાલડા, ભાડ વાંકિયા સહિતના ગામોમાં સતત બીજા દિવસ્ો એક ઈંચ જેટલો કમોસમી વરસાદ પડી ગયો હતો. સાવરકુંડલા શહેર તેમજ આસપાસના ગામોમાં પણ અડધા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. લાઠીના મતીરાળા ગામમાં વરસાદૃના કારણે પાણી વહેતા થઈ ગયાં હતાં. અમરેલી શહેર તેમજ આસપાસના લાપાળીયા, મોટા ગોખરવાળા, ચિત્તલ, મોટા આંકડીયા, ભંડારીયા, માંગવાપાળ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યાં હતાં. ધારીના સરસીયા અને આસપાસના ગામોમાં પણ વરસાદી ઝપાટાઓ પડયાં હતાં.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ઘઉં, ચણા, બાજરો, જીરુ, ડુંગળી સહિતના શિયાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ વર્ષો ચોમાસામાં પણ અતિવૃષ્ટિના કારણે પાક બળી ગયો હતો તેથી ખેડૂતોએ શિયાળુ વાવેતર કર્યું હતું પણ ફરી કમોકસી વરસાદ પડતા ખેડૂતોને પડ્યા પર પાટુ મારવા જેવો તાલ સર્જાયો છે. આ અંગ્ો સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવા માગણી ઊઠી છે. ડેડાણમાં પણ ધીમીધારે વરસાદ પડયો હતો માવઠાથી ખેતરમાં વાવેલ બિયારણને મોટુ નુકશાન થયુ છે તેથી સર્વે કરાવી યોગ્ય કરવા ખેડુતોમાંથી માંગ ઉઠી છે તેમ ડેડાણના પત્રકાર બહાદુરઅલી હિરાણીએ જણાવ્યુ છે.દામનગરમાં મોડી રાત્રે એકાએક કમોસમી વરસાદ શરૂ થયો હતો અને મોડે સુધી યથાવત રહેતા વાતાવરરણ ટાઢુબોળ બની ગયુ હતુ બપોર સુધી વરસાદના છાટા સતત શરૂ રહયા હતા તેમ દામનગરના પત્રકાર વિનોદ જયપાલે જણાવ્યુ છે.
અમરેલીના તાલુકાના ગામડા જેવાકે ફતેપુર સાપાથળ વિઠ્ઠલપુર તરકતળાવ માં કમોસમી વરસાદના માવઠા થી ખેડૂતોના પાકને નુકશાની થઇ છે.
જાફરાબાદ તાલુકાનાં લોર, એભલવડ, ફાચરીયા, માણસા, હેમાળ, ફીચડી, જીકાદ્રીમાં કમૌસમી માવઠાનો વરસાદ પડતા રવિ પાકમાં ચણા, ઘઉં, જરૂ, તલ, કપાસનો પાક તેમજ માલઢોરનાં ચારાને નુક્શાન થયેલ છે.
આજે પણ વાતાવરણ ધૂંધળું અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ માં ગઈકાલે એક જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા સાગરખેડુ તો ખેડૂતોને ભારે નુકશાન ઉપરાંત આ વિસ્તારમાં આવેલા વડ ચોતરા નાગેશ્રી લોટપુર ધારાનાં એસ સહિત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અંબા મોરને પણ નુકસાન થયું હોવાના ખેડૂતોનું કહેવું છે આ પ્રશ્ને તાત્કાલિક સર્વે કરી અને પેકેજ જાહેર કરવા શ્રી . જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને રાજુલા જાફરાબાદ કોંગ્રેસ અગ્રણીઓ શ્રી ટીકુભાઈ વરુની માગણી અને લાગણી ખેડૂતો માથે ઉઠી છે.