અમરેલી જિ.પં.નાં પ્રમુખ પદે શ્રી ભરત સુતરીયાની વરણી

અમરેલી,
અમરેલી જિલ્લા કલેકટરશ્રી અને અધ્યાસી અધિકારીશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને સચિવશ્રી દિનેશ ગુરવની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાસ સભા યોજવામાં આવી હતી. અમરેલી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને સચિવશ્રીની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા પંચાયત ખાતે યોજવામાં આવેલી આ ખાસ સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે શ્રી ભરતભાઇ મનુભાઇ સુતરીયા અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તરીકે શ્રી સુરેશભાઇ ખીમજીભાઇ પાથરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઇ મનુભાઇ સુતરીયા અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઇ ખીમજીભાઇ પાથરને પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઇ મનુભાઇ સુતરીયા અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઇ ખીમજીભાઇ પાથરે તેમને આ હોદ્દા માટે સહકાર અને આર્શીવાદ આપવા બદલ જિલ્લા પંચાયત અને જિલ્લાના વિવિધ હોદ્દદારશ્રીઓનો આભાર વ્યકત કર્યો હતો.ખાસ સભાનું સંચાલન નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાઠવાએ કર્યુ હતુ. તેમણે જિલ્લા વહીવટી તંત્ર વતી શુભકામનાઓ પાઠવી હતી. અમરેલી ખાતે યોજાયેલ આ ખાસ સભામાં જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી રેખાબેન મોવલીયા અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા .