અમરેલી જિ.પં.માં પ્રમુખપદે રેખાબેન મોવલીયા,ભુપતભાઇ વાળા

અમરેલી, અમરેલી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે આજે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રેખાબેન મોવલિયા અને ઉપપ્રમુખ તરીકે ભુપતભાઇ વાળા અને કારોબારી ચેરમેન તરીકે પુનાભાઇ ગજેરા, સતાપક્ષના નેતા તરીકે હિંમતભાઇ દેત્રોજા અને દંડક તરીકે કેૈલાશબેન પ્રવીણભાઇ માંગરોળીયાની વરણી જાહેર કરી શુભકામનાઓ પાઠવી હતી. આ તકે જિલ્લા પંચાયતના નવનિયુક્ત 34 સદસ્યો પૈકી 32 સદસ્યો હાજર રહ્યા હતા.આ સભામાં પૂર્વ મંત્રીશ્રી વી. વી. વઘાસીયા, અગ્રણીશ્રી બાવકુભાઇ ઉંધાડ,પુર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી, પુર્વ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, મનસુખભાઇ સુખડીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા, અમરડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, મોટાભાઇ સંવટ, જીતુભાઇ ડેર, રેખાબેન માવદીયા, રંજનબેન ડાભી, પ્રવીણભાઇ ડાભી, ડો.ભરતભાઇ કાનાબાર, કમલેશભાઇ કાનાણી, ભુપેન્દ્રભાઇ બસીયા, વસંતભાઇ મોવલીયા, બાવાલાલ મોવલીયા, પ્રવીણભાઇ માંગરોળીયા, વિપુલભાઇ ભટ્ટી,કોમલબેન રામાણી, સંજયભાઇ રામાણી તેમજ જિલ્લાભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ કાર્યાલયેથી બેન્ડવાજા સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને સદસ્યો જિલ્લા પંચાયત પહોંચ્યા હતા ત્યારબાદ સામાન્ય સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવતા. આ વરણીને જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને આગેવાનોએ આવકારી નવનિયુકત હોદેદારોને પુષ્પગુચ્છ શાલ અને મીઠા મોઢા કરાવી શુભકામણના પાઠવી હતી.નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જોશી તથા નવનિયુક્ત સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.નવનિયુકત હોેદેદારોની વરણી બાદ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગની વિવિધ પદાધિકારીઓની ચેમ્બરોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.