અમરેલી,
અમરેલી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના પદાધિકારીઓની પ્રથમ ટર્મ પુરી થતા આજે બીજી ટર્મ માટે હોેદેદારો નિમવા સરકારના નિયમ મુજબ ફોર્મ સાથે ઉમેદવારોના નામની દરખાસ્ત થઈ હતી. જેની જીલ્લા પંચાયત દ્વારા પ્રસિધ્ધિ કરવામાં આવી હતી. જીલ્લા પંચાયતમા પ્રમુખ તરીકે ભરતભાઈ સુતરીયા અને ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ પાથર અને કારોબારી ચેરમેન પદે કરશનભાી ભીલના નામે ઉમેદવોરી પત્રો ભરાયા છે. એ સિવાય છેલ્લી ઘડી સુધી અન્ય કોઈ ઉમેદવારીપત્રો ન હોવાથી પ્રમુખ પદે ભરતભાઈ સુતરીયા, ઉપપ્રમુખ પદે સુરેશભાઈ પાથર અને કારોબારી ચેરમેનપદે કરશનભાઈ ભીલ નિશ્ર્ચિત હોવાનું મનાઈ છે. જીલ્લા પંચાયતમા ગત ટર્મમા ભાજપનું શાસન હતું. ભાજપની બહુમતિને કારણે અન્ય કોઈ ફેરફાર નહી થાય પણ આજે બપોરે મળનાર બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેની સતાવાર જાહેરાત થાય તેમ છે.