અમરેલી જીલ્લાના પુર્વ ધારાસભ્યોની બેઠક મળી

અમરેલી,અમરેલી જીલ્લાના પુર્વ ધારાસભ્યની એક બેઠક જીલ્લાના વિકાસની વૃદ્વિ માટે અને સામાજીક જીવનમાં મુલ્ય નિષ્ઠતાની વૃદ્વિ માટે મળેલ જેમાં ચિંતન અને પોતાના તરફથી વધ્ાુને વધ્ાુ લોકોની સાથે મળી એક નવા વિકાસને ગતી પ્રદાન કરવાની જરૂરીયાત પુરી કરવા માટે પાર્ટીના રાજનીતીથી ઉપર જઇને કામ કરાવવાનો દ્રઢ સંકલ્પ લેવામાં આવ્યો છે અને આવનાર સમયમાં આ સંગઠનને એક બનાવી રાખવા માટે પુર્વ ધારાસભ્યને આગળ વધારવા માટે લોકોને એક કરવાની જવાબદારીઓ શ્રી ઠાકરશીભાઇ મેતલીયાની આગેવાનીમાં સોંપવા ચિંતન કરવામાં આવ્યુ હતુ આજના આ પ્રસંગે લાઠીના પુર્વ ધારાસભ્ય બેચરભાઇ ભાદાણી, વાલજીભાઇ ખોખરીયા, બાવકુભાઇ ઉધાડ, હનુભાઇ ધોરાજીયા, સાવરકુંડલાના કાળુભાઇ વિરાણી, વીવી વઘાસીયા, મહુવાના ડો. કલસરીયા, કોડીનારના ધીરસિંહ બારડ, ધારીના મનસુખભાઇ ભુવા અને સામાજીક કાર્યકર્તા દાઉદભાઇ લલીયા, રફીકભાઇ મોગલ, ભુપતભાઇ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેશ અધ્યારૂએ કર્યુ હતુ.