અમરેલી,
અમરેલી જીલ્લાની પાંચ નગરપાલિકાઓ જેમા અમરેલી, બગસરા, દામગનર, સાવરકુંડલા , બાબરાના પ્રમુખ ઉપપ્રમુખ પદની મુદત પ્રથમ ટર્મની પુરી થતા બીજી ટર્મ માટે ચુંટણી યોજવા બેઠક મળી હતી. જેમા પાલિકાઓના એજન્ડા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.અમરેલી પાલિકામાં પ્રાંતઅધિકારી શ્રીદેસાઈની ઉપસ્થિતિમા પ્રમુખ પદ માટે બીપીનભાઈ સવજીભાઈ લીંબાણી અને ઉપપ્રમુખ પદ માટે બીનાબેન કાલેણાએ ઉમેદવારી કરી હતી. સામે કોઈ ઉમેદવારી ન થતા પાલિકાના પ્રમુખ પદે બીપીનભાઈ લીંબાણી અને ઉપપ્રમુખ પદે બીનાબેન કાલેણાને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.બગસરા નગરપાલિકામાં પ્રમુખ પદે ભાજપના જોશનાબેન રીબડીયા અને ઉપપ્રમુખ પદ માટે ભાવનાબેન સોનાગરાને બિનહરીફ જાહેર કરવામા આવ્યા હતા.બગસરા નગરપાલીકમાં બીજી ટર્મમાં પ્રમુખપદ માટે ભાજપના જ્યોત્સનાબેન રીબડીયા તથા ભાવનાબેન સોનગરા ઉપપ્રમુખ પદે બિનહરીફ થયા હતા જેમાં કારોબારી ચેરમેન મંજુલાબેન મેર દંડક તરીકે હંસાબેન જયંતીભાઈ વેકરીયા તથા પક્ષના નેતા કમલેશભાઈ જોશી નું નામ જાહેર કર્યુ હતું.આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા તથા ભૂપેન્દ્રભાઈ બસીયા રશ્વિનભાઈ ડોડીયા રાજુભાઈ ગીડા ધીરુભાઈ કોટડીયા અશોકભાઈ પંડ્યા પ્રદીપભાઈ ભાખર મનોજભાઈ મહિડા સહિતના ભાજપના આગેવાના કાર્યકર્તાઓ બોર્ડ સંખ્યામાં જોડાયા હતા અને નિમાયેલ હોદ્દેદારોને મોમીઠા કરાવ્યા હતાએજ રીતે દામનગર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાજપના ગોબરભાઈ નાનજીભાઈ નારોલા અને ઉપપ્રમુખ પદ માટે ભાવનાબેન દલોલીયા બિનહરીફ જાહેર થયા હતા.
સાવરકુંડલા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે ભાજપના મેહુલભાઈ ત્રિવેદી અને ઉપપ્રમુખ પદ માટે ભાજપના પ્રતિકભાઈ નાકરાણી સામે કોઈ ઉમેદવારી ન હોવાથી બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.બાબરા નગરપાલિકામા પ્રમુખ પદ માટે ભાજપના પ્રવીણભાઇ મનસુખભાઇ ઠકકર અને ઉપપ્રમુખ પદ માટે અંકુરભાઇ બટુકભાઇ જસાણી બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.આમ જીલ્લાની પાંચેય નગરપાલિકા ઓમા ભાજપનું શાસન યથાવત રહયું હતું.