અમરેલી જીલ્લાની બેંકોના 1200 કર્મચારીઓ આજે હડતાલમાં જોડાશે

અમરેલી,પગાર વધારા સાથેની વિવિધ માંગણીઓ અંગેની વાટાઘાટો પડી ભાંગતા દેશભારની રાષ્ટ્રીકૃત બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓના 9 યુનિયનો દ્વારા આગામી તા. 31 જાન્યુુઆરી અને 1 ફેબ્રુઆરી એમ બે દિવસ માટે બેંક હડતાલનું દેશ વ્યાપી એલાન કરવામાં આવ્યું છે. આ બે દિવસની હડતાલના પગલે બેંકો ત્રણ દિવસ બંધ રહેશે. કારણ કે 2જી ફેબ્રુઆરીએ રવિવાર છે. હડતાલ નિવારવા દિલ્હી ખાતે ચીફ લેબર કમિશ્નર રાજન વર્માએ પ્રયાસો કર્યા હતા. પરંતુ બેંક સંચાલકોએ કોઇ નકકર દરખાસ્ત યુનિયનો સમક્ષ ન કરતા.
આ વાટાઘાટો ચીફ લેબર કમિશ્નરની મધ્યસ્થી છતાં પડી ભાંગી હતી. આ વાટાઘાટોમાં કર્મચારી – અધિકારીઓના નવ સંગઠનના બનેલા યુનાઇટેડ ફોરમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. આ વાટાઘાટો અને હડતાલ અંગે જણાવવાનું કે બેંકોમાં પગાર તથા નોકરીની અન્ય શરતો દર પાંચ વર્ષે બેંક સંચાલકો અને યુનિયનો વચ્ચે દ્વિ – પક્ષી વાટાઘાટો દ્વારા રીવાઇઝ થાય છે. છેલ્લે 2012 માં પાંચ વર્ષે માટે પગાર ધોરણો નકકી થયા હતા. જેની મુદત નવેમ્બર – 2017 માં પુરી થઇ છે. સરકારે બેંક સંચાલકોને 2016 માં સ્પષ્ટ જણાવ્યું હતું. કે મુદત પુરી થાય તે પહેલા વાટાઘાટો પુરી કરી નવા પગાર ધોરણો નકકી કરી લેવા. આ અન્વયે યુનિયનોએ પોતાની માંગણી સમયસર રજુ કરી હતી. દર વખતે ઢીલમાં જ બધ્ાુ ધકેેલી દેવાની વૃતી ધરાવતા બેંક સંચાલકોએ મે – 2018 સુધી કેટલો પગાર વધારો આપવા માંગે છે. તે વાત જ ન ઉચ્ચારી પરીણામે દ્વિ – પક્ષ વાટાઘાટો કઇ રીતે શકય બને ? મે – 2018 માં કારમી મોંઘવારીમાં પીસાતા કર્મચારીઓની મશ્કરી કરતા હોય તેમ પાંચ વર્ષે માત્ર 2 ટકા પગાર વધારો આપવા તૈયારી બતાવી હતી. છેલ્લે 2012 માં જે કરારો થયા તેમાં પણ 15 ટકા વધારો અપાયો હતો. છેલ્લા પાંચ વર્ષેમાં મોંઘવારી સ્થિતિ જોતા યુનિયનોએ 20 ટકા વધારો માંગયો છે. પરંતુ વર્ષે 4 ટકા લેખે પાંચ વર્ષે 20 ટકા જેટલો વાજબી વધારો પણ ન આપવાના બેંક સંચાલકોના જીદિ અમાનવીય વલણના પરિણામે બેંક કામદારો અને અધિકારીઓ પાસે હડતાલ સિવાય કોઇ વિકલ્પ રહયો નથી.