- પોલીસે 33,844નો મુદામાલ કબ્જે લીધો : કડક પુછપરછ
અમરેલી,
અમરેલી જીલ્લામાં મંદિરોમાં છતર સહિત અનેક ચોરીઓ ના ગુન્હામાં અમરેલીના ટાવર રોડ પર આવેલ જવેલર્સની દુકાનો બહાર સંકાસ્પદ રીતે આંટાફેરા મારતા રમેશ ઉર્ફે મુકેશ લવજીભાઇ તન્ના રહેવાસી વિદ્યાનગર સોસાયટી ઉના વાળાને ચોકકસ બાતમી મેળવી પકડી પાડી અંગ જડતી કરતા તેની પાસેથી ચાંદીના ઢાળીયા મળી આવ્યા હતા અને પુછપરછ દરમીયાન પોતે મંદિરોમાં ચોરી કરી મેળવેલ છતરો માંથી આ ઢાળીયાઓ બનાવડાવેલ હોવાની કબુલાત આપતા પોલીસે 33,844/- નો મુદામાલ કબ્જે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મંદિર ચોરીના બે બનાવોમાં અમરેલીના ચિતલ રોડ પર આવેલ દત મંદિરમાંથી 20 હજારની કિંમતનું ચાંદીનું છરત ચોરી ગયેલા એ જરીતે ટાવર પાસે કંસારા શેરીમાં બહુચરામાતાના મંદિરમાંથી પણ 280 ગ્રામના બે છતરો 10 હજારની કિંમતના ચોરી ગ્યેલ આમ આરોપીને પકડી ચોરીનું મુદામાલ રીકવર કરી એલસી.બી.એ વિશેષ પુછપરછ હાથધરી છે.