અમરેલી જીલ્લામાં અવિરત વરસાદથી 9 જળાશયો ઓવરફલો

અમરેલી જીલ્લામાં અવિરત વરસાદ શરૂ રહેવાથી જીલ્લાના જળાશયો છલોછલ બનતા ઓવરફલો થયા હતા. જેમાં ખોડિયાર ડેમના 4 દરવાજા 1 ફુટ, ઠેબી 3 દરવાજા 1ાા ફુટ, રાયડી 3 દરવાજા 1 ફુટ, વડિયા 3 દરવાજા 1 ફુટ, શેલદેદુમલ 1 દરવાજો અડધો ફુટ, ધાતરવડી – 2 3 દરવાજા પોણો ફુટ, મુંજીયાસર 1ાા ફુટ ઓવરફલો, સુરજવડી 5 સે.મી. ઓવરફલો, ધાતરવડી – 1 25 સે.મી. ઓવરફલો જયારે વડી ડેમ 50 ટકા ભરાયો છે.