અમરેલી જીલ્લામાં આકસ્મીત મોતના બે દિવસમાં સાત બનાવો પોલીસમાં નોંધાયા

અમરેલી,
અમરેલી ઠેબી ડેમમાં જેસીંગપરા રામપરા શે.નં. 7 માં રહેતા બાબુભાઇ વલ્લભભાઇ ત્રાપસીયા ઉ.વ. 75 ને ડાયાબીટીસની બિમારીથી પોતે કંટાળી જતાં ઠેબી ડેમમાં પડી જતાં ડુબી જવાથી મોત નિપજયાનું પુત્ર મહેશભાઇ ત્રાપસીયાએ અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. અમરેલી તાલુકાના લાલાવદરમાં થાવુભાઇ જેતરાભાઇ ડાવર ઉ.વ. 45 મૂળ એમ.પી. હાલ લાલાવદર કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં મોત નિપજ્યાનું પુત્ર લાલાભાઇએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. અમરેલી તાલુકાના ચાંપાથળ સીમમાં શેત્રુજી નદીમાં શંભુભાઇ નરશીભાઇ પરમાર ઉ.વ. 75 છેલ્લા 10 દિવસથી ઘરેથી કોઇને કહયા વગર નીકળી જતાં કોઇ અગમ્ય કારણોસર મોત નિપજયાનું પુત્ર અશોકભાઇ પરમારે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
બગસરામાં દિકરાઓનું વેવીશાળ ન થતા કિશોરભાઇ સવજીભાઇ ભટ્ટીએ એસ.ટી. ડેપો નજીક આવેલ બાવળની કાંટમાં કેરોસીન છાંટી સળગી જતાં મોત નિપજયાનું પુત્ર રાહુલભાઇએ બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. રાજુલાના જુની કાતર વાડી વિસ્તારમાં ૠત્વીબેન પ્રફુલભાઇ વઘાસીયા ઉ.વ. 13 થ્રેસરમાં સીંગ કાઢતા મજુરોને પાણી પાવા જતાં દુપટ્ટો થ્રેસરની પુલીમાં આવી જતાં મોત નિપજ્યાનું પ્રફુલભાઇ વઘાસીયાએ રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. દામનગર કુંભનાથ તળાવમાં માછલાને મમરા નાખતા મુકેશભાઇ ગોપાલભાઇ સોલંકી ઉ.વ. 50 નો પગ લપસી જતાં પાણીમાં ડુબી જતાં મોત નિપજયાનું મેહુલભાઇ પરમારે દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.