અમરેલી જીલ્લામાં આજથી કોવિડ રસીકરણના ત્રીજા ચરણનો પ્રારંભ

  • અમરેલી જીલ્લાના પ્રાથમિક આ.કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પીટલો તથા છ ખાનગી હોસ્પીટલોમાં રસીકરણ

અમરેલી,
સમગ્ર ગુજરાત રાજ્ય અને અમરેલી જીલ્લામાં 1-માર્ચ-2021 થી કોવિડ રસીકરણ અભિયાનનાં ત્રીજા ચરણનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જેમાં આ અંગે માન. કલેકટરશ્રી આયુષ ઓક સા. તથા માન જીલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પટેલ સા., એ જણાવેલ કે અમરેલી જીલ્લામાંં 60 વર્ષ થી વધુ વયનાં અને 45 થી વધુ અને 60થી ઓછી વયનાં ગંભીર બિમારીવાળા લોકોને વેકસીન આપવામાં આવશે, આ માટે અમરેલી જીલ્લાનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિત આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા સરકારી હોસ્પીટલમાં તથા 6-ખાનગી હોસ્પીટલો રાધિકા હોસ્પિટલ-અમરેલી, નવજીવન હોસ્પીટલ-અમરેલી, માધવ હોસ્પીટલ-અમરેલી, લલ્લુુભાઇ શેઠ આરોગ્ય મંદિર-સાવરકુંંડલા, રામાણી હોસ્પીટલ-કુંકાવાવ તથા કામળીયા હોસ્પીટલ-બગસરામાં કોવિડ પોર્ટલ મારફત ઓનલાઇન નોંધાણી થયા બાદ રસીકરણ કરવામાં આવશે જેની ડોઝ દિઠ રૂા.250/- કિંમત નકકી કરવામાં આવેલ છે. જે પ્રાઇવેટ હોસ્પીટલમાં રસી લેનાર લાભાર્થીએ ચુકવવામાં રહેશે. વેકેસીન માટે લાયક લાભાર્થીનો આરોગ્ય કર્મચારી મારફત અગાઉ સર્વે થયેલો હશે તેઓને આરોગ્ય કર્મચારી દ્વારા ક્યા દિવસે અને સ્થળે વેકસીન લઇ શકાય તેની લાયક લાભાર્થીને જાણ કરવામાં આવશે વિશેષમાં લાભાર્થી સ્વેેચ્છાાએ કોવિડ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણ કેન્દ્ર ઉપર જઇને નોંધણી કરાવ્યા બાદ રસી લઇ શકાશે. આ નોંધણી માટે આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ અથવા જન્મ તારીખનો આધાર દર્શાવતાં કોઇ એક ઓળખકાર્ડ તથા 45 થી 60 વર્ષનાં નક્કી કરેલ 20- બિમારીવાળા લાભાર્થીઓએ મેડીકલ પ્રેકટીશનરનું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે આ અંગે વધુ જાણકારી માટે જીલ્લા આરોગ્ય તંત્રનાં કન્ટ્રોલરૂમ નં.(02792)228212 તથા 8238002240 ઉપર સંપર્ક કરવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જયેશ પટેલની યાદી જણાવે છે.