અમરેલી જીલ્લામાં કમોતનાં ત્રણ બનાવો

અમરેલી,
અમરેલી જીલ્લામાં વડિયાના દેવગામ અને બાબરામાં ઝેરી દવા પી જતા તેમજ વડિયાના મેઘાપીપળીયાં અકસ્માતે પગ લપસતા નદીમા ડુબી જવાથી મોત નિપજયાનું જાહેર કરાયું છે.વડિયાના મેઘાપીપળીયામાં સવિતાબેન માધાભાઈ મકવાણા નદી નજીક કુદરતી હાજતે જતા હોય જેમનો પગ લપસી જવાથી નદીના પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું પતિ માધાભાઈ જસાભાઈ મકવાણાએ વડિયા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.બીજા બનાવમાં વડિયાના દેવગામમાં રવજીભાઈ છનાભાઈ દાફડા ઉ.વ. 52 ને દારૂ પીવાની ટેવ હોય અને નશો કરી અવાર નવાર ઘરે ઝગડો કરતા હોય. જેથી પુત્ર અશ્ર્વિનભાઈએ ઠપકો આપતા સારૂ નહી લાગતા ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું વડિયા પોલિસ મથકમાં જાહેર કરાયું છે. જયારે ત્રીજા બનાવમા બાબરા આશરાનગરમાં રહેતી કિંજલબેન ભુરાભાઈ સોલંકી ઉ.વ. 14 ફ્રીજમાં ઘઉંમા નાખવાનો ઝેરી પાવડર મુકેલ જે સરબતનો પાવડર હોવાનું માનીપી જતા સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું મનિષાબેન ભુરાભાઈ સોલંકીએ બાબરા પોલિસ મથકમાં જાહેર કરેલ