અમરેલી,
લાઠી ભવાની સર્કલ પાસે તા. 30-9 ના આશરે 35 વર્ષના અજાણ્યા અસ્થિર મગજના પુરૂષને મોઢામાંથી ફીણ નીકળી જતા કમલેશપરી ઈશ્ર્વરપરી ગૌસ્વામી ઉ.વ. 45 એ 108 બોલાવી લાઠી સરકારી દવાખાને લઈ જતા ફરજ પરના તબીબે તપાસી હાર્ટ એટેક આવી જતા મૃત્યું નિપજયાનું જાહેર કરેલ છે.બીજા બનાવમાં સાવરકુંડલાના વીજપડી ગામે મુકેશભાઈ બીજલભાઈ બલદાણીયા ઉ.વ. 22 કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા રાજુલા ડો. વાઘમશીના દવાખાને સારવાર કરાવી વધુ સારવાર માટે મહુવા લઈ જતા સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું પિતા બીજલભાઈ બલદાણીયાએ સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં જાહેર કરેલ છે. જયારે ત્રીજા બનાવમાં રાજુલા તાલુકાના ભેરાઈ ગામે ક્રિષ્નાબેન ભાણાભાઈ ધગલ ઉ.વ.19 નનાભાઈ રબારીના ઘરે બેસવા ગયેલ અને ચારેક વાગે ઘરે આવતા માતાએ ઠપકો આપતા સારૂ નહી લાગતા ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું પિતા ભાણાભાઈ ધગલે મરીન પીપાવાવ પોલિસ મથકમાં જાહેર કરેલ છે.