અમરેલી જીલ્લામાં કમૌસમી વરસાદ પડયો

અમરેલી,
અમરેલી જીલ્લામા હવામાન વિભાગની આગાહીના પગલે રવિવારે પણ પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે રવિવારે પણ અનેક સ્થળોએ વરસાદ પડયો હતો.ચલાલાને ડેડાણમા તેમજ વડિયા અને કુંકાવાવ પંથકમાં કરા સાથે વરસાદ પડયો હતો.લીલીયા શહેર તેમજ તાલુકાના ગામડાઓમા બપોરના 4:30 થી શરૂ થયેલ વરસાદ અંદાજે અડધોથી પોણો ઈંચ જેવો પડી જતા ગામમા પાણી વહેતા થયા હતા. કમૌસમી વરસાદ પડવાના કારણે કપાસ,ચણા, ઘઉં અને જીરૂ જેવા પાકને નુકશાન થયાનું મહેશભાઈ દવેની યાદીમા જણાવાયું છે. લાઠી શહેરમા ગત રાિત્રિના વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું જોરદાર ઝાપટુન પડયાનું વિશાલભાઈ ડોડીયાએ જણાવેલ છે, બાબરા શહેર અને પંથકના ગ્રામ્ય વિસ્તારોમા ગઈકાલે બપોરના 4 થી 5 વચ્ચે વિજળીના કડાકા ભડાકે સાથે વરસાદ પડયાનું દિપકભાઈ કનૈયાએ જણાવ્યું છે.ધારી શહેરમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમા પલ્ટો આવતા અડધો ઈંચ જેવો કમૌસમી વરસાદ પડયો હતો.ધારી તાલુકાના સરસીયા,જીરા, ખીચા,દેવળા જેવા ગ્રામિણ વિસ્તારોમા પણ વરસાદના ઝાપટા પડયા નું ઉદય ચોલેરાની યાદીમા જણાવાયુન છે.કુંકાવાવમા ધોધમાર વરસાદ પડવાથી બજારોમાં પાણી વહેતા થયા હતા અને કમૌસમી વરસાદ પડવાથી ખેતી પાકને નુકશાન થયાનું કિર્તિભાઈ જોશીની યાદીમા જણાવાયું છે.ચલાલા શહેર અને નજીકના આસપાસની સીમ વિસ્તારમા ગઈકાલે દોઢ કલાકમા કરા સાથેનો ધોધમાર બે ઈંચ જેવો ભારે વરસાદ પડતા પાણી વહેતા થયા હતા અને કમૌસમી વરસાદ પડવાથી ખેતી પાકોને નુકશાન થયેલ છે.જયારે ખાંભા તાલુકાનો ડેડાણમા કરા સાથેનો વરસાદ પડયો હતો. વડિયા પંથકમાં સાંજના સમયે અચાનક વાતાવરણમા પલ્ટો આવતા વીજળીના કડાકા ભડાકપા સાથે ધોધમાર કમૌસમી વરસાદ પડતા ખેડુતોમા અને લોકોમા ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. અને ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમા વિજળી ગુલ થઈ હતી.વડિયા તાલુકાના ખાખરીયા, સુર્યપ્રતાપગઢ, અરજણસુખ, અનીડા, ઉજળા,સહિતના ગામોમા વિજળીના કડાકા ભડાકા અને બરફના કરા સાથે વરસાદ પડતા ઘઉં,ચણા,જીરૂ,લસણ જેવા પાકોને નુકશાન જવાની ભીતી સેવાઈ રહયાનુન ભીખુભાઈ વોરાની યાદીમા જણાવાયું છે. ભર ઉનાળે સાવરકુંડલા તાલુકામા ચોમાસા જેવો માહોલ સર્જા્તા ખેડુતોના મોઢે સાવેલ કોળીયો છીનવાઈ રહયો છે. સાવરકુંડલા તાલુકાના પીઠવડી,વંડા, સેલણા, નેસડી, કાનાતળાવ, બાઢડા, ગાધકડા, ચરખડીયા,અને સાવર કુંડલામા પવન સાથે એક ઈંચ જેવો વરસાદ પડયો હતો. હવામાન ખાતાની આગાહીના પગલે ઘણાખરા ખેડુતોએ પોતાનો માલ ફેરવી નાખ્યાનું સૌરભભાઈ દોશીની યાદીમાં જણાવાયું છે. અમરેલી તાલુકાના ચિતલમાં ગઇકાલે બપોર બાદ વરસાદનું હળવુ ઝાપટુ પડયું હતુ રાજુલાના ધારેશ્ર્વર વાવેરા, દિપડીયા અને જાફરાબાદના ટીંબીમાં કરા સાથે વરસાદ પડયો હતોર્.હિંડોરણા છતડીયા ખાખબાઇ, આગરીયા, કડીયાાળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડયો હતો કમોસમી વરસાદના કારણે ધઉં, બાજરી, ચણા, જુવાર, કપાસ અને કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેેલ છે.
જયારે રાજુલામાં બપોર બાદ વરસાદનું હળવુ ઝાપટુ પડેલ ખાંભા તેમજ તાલુકાના ઉમરીયા, નાનુડી, તાતણીયા, ગીદરડી જેવા ગામોમાં કમોસમી વરસાદનું ઝાપટુ પડયુ હતુ જયારે ધારી તાલુકાના જીરા ડાભાળી, સરસીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ પડયો