અમરેલી જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યું : 6 ના મોત

અમરેલી,
અમરેલી જીલ્લામા કાળચક્ર ફરી વળતા 6 ના મૃત્યું નિપજયા હતા જેમા ઝેરી દવા પી જવાના પાંચ બનાવોમા ધારીના કરમદડીમા ચકુબેન ઉર્ફે , મીશુબેન પ્રવિણભાઈ ચાવડા ઉ.વ. 17 , દામનગરના ઠાસા સીમમા કાલુરામ બાબુલાલ મહિડા ઉ.વ. 30 , બાબરાના લોનકોટડામા કેસરબેન મયુરભાઈ વાડદોરીયા ઉ.વ. 22 અમરેલીમા નયનાબેન સામંતભાઈ ખેતરીયા ઉ.વ. 43 , અમરેલી જેસીંગપરામા દુલેસિંગ મનસુખભાઈ પરમાર ઉ.વ. 25 નું ઝેરી દવા પી જતા મૃત્યું નિપજેલ જયારે છઠા બનાવમા વડિયાના મોટી કુંકાવાવ રેલ્વે ફાટકથી ચોકી જવાના રસ્તે સ્વીફટ કારે બાઈકને હડફેટે લેતા વસંતભાઈ પ્રેમજીભાઈ જીવાણીને ગંભીર ઈજાઓ થતા મૃત્યું .