અમરેલી,
અમરેલી જીલ્લામાં કાળચક્ર ફરીવળતા ત્રણ મહિલાઓના મોત નિપજ્યા હતા. જેમાં ચલાલાના ગોપાલગ્રામ સિમમાં ગોરધનભાઈ પાંચાભાઈ સરધારાની વાડીએ કામ કરતી શ્રમીક મહિલા મુળ દાહોદ હાલ ગોપાલગ્રામ ગીતાબેન મગનભાઈ મચાર ઉ.વ.42 છેલ્લા બે વર્ષથી માનસીક બીમાર હોય તા.12-9 ના સાંજે વાડીએ પોતે પોતાની મેળે કપાસ માં છાંટવાની ઝેરી દવા પી જતા મૃત્યું નિપજ્યાનું પુત્ર અંકીતભાઈ મગનભાઈ મચારએ ચલાલા પોલીસ મથક માં જાહેર કરેલ છે.બીજા બનાવમાં ચલાલામાં રહેતી સુમીતાબેન ચેતનભાઈ મુંગળા ઉ.વ.41 ને ગળા, પેટ, અને ખંભાના ભાગે છેલ્લા પાંચ વર્ષથી દુખાવાની બીમારી હોય.જે બીમારીથી કંટાળી જઈ પોતે પોતાની મેળે ઘઉ માં નાખવાનો ઝેરી પાવડર પી જતા મૃત્યું નીપજ્યાનું ચેતનભાઈ મનસુખભાઈ મુંગળાએ ચલાલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.જયારે ત્રીજા બનાવમાં દામનગરના નારણનગર ગામે સુમીતાબેન વિક્રમભાઈ ધરોળીયા ઉ.વ.28એ પતી પાસે પૈસા માંગતા પતી પત્ની વચ્ચે બોલાચાલી થતા પોતાને લાગી આવતા આવેશમાં આવી રૂમમાં જઈ પંખાસાથે સાડી બાંધી ગળા ફાંસો ખાઈ જતા સારવાર માટે અમરેલી દવા ખાને ખસેડવામાં આવતા સારવાર દરમીયાન મૃત્યું નિપજ્યાનું પતી વિક્રમભાઈ ધરોડીયા એ દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ.