અમરેલી જીલ્લામાં કોરોના ભય વચ્ચે ધ્ાુપછાવ ભર્યુ વાતાવરણ

અમરેલી,અમરેલી જીલ્લામાં એક તરફ લોકોમાં કોરોના વાયરસનો ભય છે.જ્યારે હાલમાં ઉનાળો હોવા છતા મીશ્ર ૠતુનુ વાતાવરણ જોવા મળી રહયું છે. ખરાબ ૠતુ સર્જાવાના કારણે લોકોને શરદી અને ઉધરસ જેવો રોગચાળો ફેલાવાની વધ્ાુ શકયતાઓ રહે છે. આ સંજોગોમાં અમરેલી જીલ્લામાં આજે આકાશમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું હતું. સાવરકુંડલા તાલુકાના વંડા, ભુવા અને ખડકાળામાં વરસાદના છાંટા પડયા હતા. અવાર – નવાર વાતાવરણ કરવટ બદલતા અને કમૌસમી હવામાન ઉભુ થવાના કારણે વરસાદ કે છાંટા પડવાથી ખેડૂતોને રવિ પાકમાં નુકશાન થઇ રહેલ છે.