અમરેલી જીલ્લામાં કોલ્ડ સ્ટોરેજ, ડ્રીપ ઇરીગેશન, બીયારણની દુકાનો માટે અડધા દિવસની છુટ આપતા કલેકટરશ્રી

અમરેલી,ગઇ કાલે રીપેરીંગ કરનારા કારીગરોને છુટ અપાયા બાદ આજે અમરેલી જીલ્લામાં કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસીંગ સર્વિસ 24 કલાક માટે તથા ડ્રીપ ઇરીગેશન, ગ્રીન હાઉસે નેટ હાઉસ, ખેત ઓજાર, ઉત્પાદન, વર્કશોપ તથા બીયારણની દુકાનો માટે અડધા દિવસની છુટ કલેકટરશ્રી દ્વારા તા.21 થી આપવામાં આવી છે.
અમરેલી અને રાજુલા શહેરી વિસ્તાર સિવાય જીલ્લાના તમામ વિસ્તારોમાં બીયારણ, ખાતર અને જંતુનાશક દવાની દુકાનો સવારે 6 થી બપોરે 1 સુધી ખુલ્લી રહેશે.