અમરેલી જીલ્લામાં જીલ્લા ફેર બદલી સામે મહેકમ ઘટયું

અમરેલી,
રાજ્ય સરકાર દ્વારા સર્વ પ્રથમ શીક્ષકોનો જીલ્લા ફેર બદલી કેમ્પ યોજાતા મોટા ભાગના શીક્ષકો બહારના હતા તે અમરેલી જીલ્લો છોડીને જતા રહયા એક તરફ અમરેલી જીલ્લામાં પુરતુ મહેકમ નોતુ શિક્ષકોની ઘટ હતી તેમાં જીલ્લા ફેર બદલીને કારણે મોટા ભાગના શીક્ષકો બદલી કરીને જતા રહેતા મોટા ભાગની જગ્યાઓ ખાલ ીપડી છે.હવે શિક્ષકોની ભરતી થાય ત્યા સુધી રાહ જોવી પડે તેવી સ્થીતી વચ્ચે રાજ્ય સરકારના સંર્વગના કર્મચારીઓ પણ બદલી કેમ્પમાં બદલી કરાવી જતા તેની ખાલી જગ્યાઓ પણ પુરાઇ નથી અમરેલીથી બદલી થઇ એની સામે પુરતો સ્ટાફ ન હોવાથી મુશ્કેલી વેઠવી પડે તેવી હાલત હોવાનું પણ ચર્ચામા છે આ અંગે રાજય સરકારે ગંભીરતા દર્શાવી જરૂરી પગલા લેવા જોઈએ.