અમરેલી,
રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, ના.પો.અધિ. એચ. બી. વોરાની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જીલ્લામાં દારૂ અને જુગારની બદીને દુર કરવા સઘન પેટ્રોલીંગ રાખી રેઈડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય. પોલીસે અમરેલી જીલ્લામાં જુદાજુદા ચાર સ્થળોએ જુગારના દરોડાઓ પાડી 21 શખ્સોને રોકડ રૂ.1,25,750 ના મુુદામાલ સાથે ઝડપી લઈ શકુનીઓની જામેલી બાજી ઉંધી વાળી હતી.અમરેલી તાલુકાના નાના આંકડીયા ગામની વાંધાળાની સીમમાં બટુક કરમસિંહભાઈ જાવીયાની વાડીના શેઢા પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમતા બટુક કરમસિંહભાઈ જાવીયા, બીપીન પરોશત્તમભાઈ બારૈયા, જયસુખ ભગવાનભાઈ બુટાણી, કૃપેષ દલસુખભાઈ ગોસાઈ, અશ્ર્વિન માણંદભાઈ ચાવડાને પો.કોન્સ. વરજાંગભાઈ મુળીયાસિયાએ રોકડ રૂ.37,520 સાથે, અમરેલી તાલુકાના જાળીયા ગામથી કમીગઢ જવાના રસ્તે ખુલ્લી પડતર જગ્યામાં બદરૂ ભાયાભાઈ હુદડ, મધ્ાુ પુનાભાઈ લીંબાસીયા, રામકુ દાદભાઈ હુદડ, બાબુ નાનજીભાઈ સરવૈયા, ભરત ધીરૂભાઈ કસવાળાને પો.કોન્સ. સુરેશભાઈ ધાધલે રોકડ રૂ.21,090 સાથે, રાજુલામાં પી.આઈ. સી.એસ. કુગસીયાની સુચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના એ એસ આઈ જયરાજભાઈ વાળા, હે.કોન્સ. રાણાભાઈ વરૂ, જયેન્દ્રભાઈ બસીયા, હરપાલસિંહ ગોહીલ, પો.કોન્સ.મહેશ ભાઈ બારૈયા, આગરીયા બીટના હે.કોન્સ. અશોકભાઈ લાધવા, પો.કોન્સ. રોહિત ભાઈ પરમાર તથા રાજુલા પોલીસ સ્ટાફે કોટડી ગામમાંથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા અશ્ર્વિન ભગવાનભાઈ સાંખટ, લાલજી સવજીભાઈ જોળીયા, વિશાલ યશવંતરાય મહેતા, મીતુલ જયસુખ ભાઈ ગુજરીયા, ધીરૂ ભીખાભાઈ ચૌહાણ ને રોકડ રૂ.14,640 સાથે, ચલાલાના માણાવાવ ગામની સીમમાં મોરઝર માણાવાવ રોડ ઉપર શ્યામ વાડીના જાપાની પશ્ર્ચિમ બાજુની સરકારી પડતર જમીનમાં અશ્ર્વિન ગોકુલભાઈ કથીરીયા, હનુ ભીખાભાઈ બોરીચા, વિપુલ બાલુભાઈ બાંભણીયા, દીલુ ખોડાભાઈ ધાખડા, બાલુ ખોડાભાઈ ધાખડા, રાજુ સમાને લોક રક્ષક મહેન્દ્રસિંહ સરવૈયાએ રોકડ રૂ.52,500 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા