અમરેલી, અમરેલી જીલ્લામાં સાવરકુંડલા તેમજ લીલીયા તાલુકાના સલડી ગામે મળીને કુલ ત્રણ ડિગ્રી વગરના ડોક્ટરો પોતાની હાર્ટ ખોલીને કલીનીક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઈ મેડીકલ પ્રેકટીસ કરતા હોવાથી સાવરકુંડલા મેડીકલ ઓફીસર તેમજ લીલીયા હેલ્થ ઓફીસર દ્વારા તેમની સામે પોલિસમાં ફરિયાદ નોંધાવી છે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સાવરકુંડલામાં રફીક વલીમહમદભાઈ જાદવ ઉ.વ. 47,લીલીયા તાલુકાના સલડીમાં નીતીન ડાયાભાઈ પંડયા તેમજ નીલેશ સુર્યકાન્તભાઈ મહેતા કોઈ પણ સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનીક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઈ સારવાર કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીસને લગતી ડિગ્રી ન હોવા છતા એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગત જુદા જુદા સાધન સામગ્રીઓ મળી માનવ જીંદગી સાથે ચેડા કર્યાની સાવરકુંડલાના મેડીકલ ઓફીસર ડો.હીરલબેન પ્રદીપભાઈ ચાવડાએ સાવરકુંડલા પોલિસ મથકમાં તેમજ લીલીયાના હેલ્થ ઓફીસર ડો.મીહીરભાઈ અનંતરાય સિધ્ધપુુરાએ પોલિસમાં બોગસ ડોકટરો સામે ફરિયાદ કરેલ છે.પોલિસે ત્રણે બોગસ ડોકટરો પાસેથી મેડીકલ પ્રેકટીસને લગત સાધન સામગ્રી મળી કુલ રૂ/-38,420 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.