અમરેલી જીલ્લામાં ત્રણ સ્થળોએ જુગારના દરોડા

અમરેલી,
અમરેલી જીલ્લામાં પોલીસે જુદા જુદા ત્રણ સ્થળોએ જુગારના દરોડા પાડી 19 શખ્સોેને રોકડ રૂ.19 હજાર સાથે ઝડપી પાડ્યા હતા. બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે જાહેરમાં હારજીતનો જુગાર રમતા મુકેશ બાવાભાઈ દાફડા, મંગા જીણાભાઈ રાઠોડ, કરશન છનાભાઈ રાઠોડ, નરશી સોમાભાઈ દાફડા, રવજી ખીમાભાઈ બગડાને પો.કોન્સ. જનકભાઈ કોટીલાએ રોકડ રૂ.5900 સાથે, રાજુલા તાલુકાના જુની બારપટોળી ગામમાં કાગવદર રોડ ઉપર વાજસુરભાઈ માલાભાઈ જીતીયાની વાડીએ જુગાર રમતા વાજસુર માલાભાઈ જીત્યા, રામ આતુભાઈ પરમાર, ધીરૂ નારણભાઈ સાગઠીયા, રણજીત અરજણભાઈ જીતીયા, દેવરાજ ભગવાનભાઈ જીતીયા, મુકેશ સોમાભાઈ જીતીયાને પો.કોન્સ. સંજયભાઈ ચાવડાએ રોકડ રૂ.2800 સાથે, જાફરાબાદમાં કનુ કેશવ મારૂ, હરેશ ખોડાભાઈ મહીડા, ભાવેશ ભાણાભાઈ મહીડા, લખમણ ભીખાભાઈ મહીડા, જગદીશ ગોબરભાઈ મહીડા, નરેશ ગોબરભાઈ મહીડા, સામત સોમાભાઈ મહીડા, નારણ વાલાભાઈ મહીડાને પો.કોન્સ. ધર્મેન્દ્રભાઈ વાળાએ રોકડ રૂ.10,300 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા .