અમરેલી જીલ્લામાં દેશી દારૂના 88 દરોડા

અમરેલી,

જીલ્લા પોલીસવડા હિમકરસિંહની સુચનાથી જીલ્લામાં 88 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી દેશી દારૂ આથો અને ભઠ્ઠીના સાધનો સહિત મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે 91 સ્થળોએ નશો કરેલી હાલતમાં ઢીંગલી થયેલાઓને જેલની હવા ખવડાવી પોલીસે સરભરા કરી હતી.રાજુલાના કોવાયામાં વિપુલ ઉર્ફે પ્રવિણ નાજાભાઈ ચૌહાણને આથો 10 લીટર, દેશી દારૂ 5 લીટર અને ભઠ્ઠીના સાધનો મળી રૂ.340 સાથે, સાવરકુંડલા રાધ્ોશ્યામ સોસાયટીમાં મંજુબેન નાનજીભાઈ વાઘેલાના મકાનમાં ઘેટા બકરા રાખવાના વાડામાં દેશી દારૂ 5 લીટર અને સાધનો મળી રૂ.288 સાથે, રાજુલાના જુની બાર પટોળીમાં રમેશ લખમણભાઈ જીતીયાની દેશી દારૂ 5 લીટર આથો 30 લી. અને ભઠ્ઠીના સાધનો મળી રૂ.330 સાથે, અમરેલી તાલુકાના ચિત્તલમાં બાતુબેન બાઘાભાઈ ખાટરીયાને દેશી દારૂ 4 લી અને ભઠ્ઠનીના સાધનો મળી રૂ.208 સાથે, અમરેલીમાં મીરાબેન ગોવિંદભાઈ પરમારને દેશી દારૂ લી. અને સાધનો મળી રૂ.180 સાથે,ધારીના કરમદળીમાં અંજુબેન ઘનશ્યામભાઈ વાઘેલાને આથો 200લી. દેશી દારૂ 7 લી. મળી રૂ.600 સાથે, લીલીયાના ખારામાં હિંમત મીઠાભાઈ રાઠોડની દેશી દારૂ 15 લી. રૂ.310 સાથે, અમરેલી ફતેપુર રોડએ હંસાબેન ભીમાભાઈ પરમારને દેશી દારૂ 8 લીટર રૂ.180 સાથે, વંડાના ફીફાદમાં પ્રકાશ ઉર્ફે પોપટ વિનુભાઈ પરમારને દેશી દારૂ 40 લીટર અને બાઈક મળી રૂ.10,800 સાથે, અમરેલીમાં રેખાબેન ચોથાભાઈ માથાસુળીયાને દેશી દારૂ 5લી. અને સાધનો મળી રૂ.180 સાથે, લાઠીના પીપળવા ગામે હંસાબેન લાલજીભાઈ ચારોલાને દેશી દારૂ 5 લી. અને સાધનો મળી રૂ.180 સાથે ઝડપી પાડ્યા .