અમરેલી
સરકારના આદેશ મુજબ હાલ આધારકાર્ડ પાનકાર્ડ લીંકીંગની કામગીરી ચાલી રહી છે પણ ઓપરેટરોને છેલ્લા 5 મહિનાથી પગાર મળ્યો નથી ઉપરાંત પેનલ્ટીનો આદેશ થતા બેવડી મુશ્કેલી ઉભી થઈ છે આ પ્રશ્ર્ને ઉકેલ લાવવા ખાંભા,રાજુલા, જાફરાબાદ,સાવરકુંડલા અને અમરેલીના કોમ્પ્યુટર ઓપરેટરોએ જીલ્લા નોડલ અધીકારીને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી અને રજુઆતમાં જણાવ્યુ કે અલગ અલગ તાલુકામાં કોમ્પ્યુટર ઓપરેટરો ફરજ બજાવે છે તેને પગાર પેટે હાલ રૂ.8500 ચુકવવામાં આવે છે તેમાં પણ છેલ્લા 5 મહિનાથી પગારનું ચુકવણું કર્યુ નથી તેથી આર્થીક મુશ્કેલી ઉભી થઈ છે શિવમ કન્સ્ટ્રકશન એજન્સી દ્રારા પેનલ્ટી લીસ્ટ આપેલ છે તેમાં ઓછામાં ઓછી 11 હજારથી 7 હજાર સુધીની પેનલ્ટી ઓપરેટરોને આપેલ છે ઓપરેટરોએ રકમ ચુકવવાની છે પણ કઈ રીતે પેનલ્ટી ભરપાઈ કરી શકે તેથી ન્યાય મળે અને પેનલ્ટી માંથી મુક્તી મળે તે માટે રજુઆત કરી છે અને જ્યા સુધી પ્રશ્ર્નોનુ નીરાકરણ નહી આવે ત્યા સુધી તમામ ઓપરેટરો દ્રારા આધારકાર્ડની કામગીરી બંધ રહેશે તેમ રજુઆત સાથે ચીમકી આપ્યાનું સંય્યુકત અખબારી યાદીમાં ઓપરેટરોએ જણાવ્યુ .