અમરેલી જીલ્લામાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન જુદા – જુદા સ્થળોએથી 164 નશાખોરો ઝડપાયા

પોલીસે 164 લોકોને દારૂ પીધેલ હાલમાં ઝડપી લઇ જેલની હવા ખવડાવી નશો ઉતાર્યો

અમરેલી,
અમરેલી જીલ્લામાં જુદા – જુદા સ્થળોએથી પોલીસ પેટ્રોલીંગ દરમિયાન શિયાળાની ગુલાબી ઠંડીમાં નશાખોરીની ભુખ ઉઘડી હોય. તેમ બે દિવસમાં 164 ઢીંગલી થયેલાઓને પોલીસે ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી નશો ઉતાર્યો હતો.