અમરેલી,
ફાગણ અને ચૈત્ર માસમા કમૌસમી વરસાદે અષાઢ જેવો માહોલ સર્જી દીધો. પવનની વાજળી અને ગાજવીજ તેમજ કરા સાથેનો વરસાદ પડયો.હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે અમરેલી જીલ્લામા બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા અને આકાશમા વાદળાઓ છવાતા છેલ્લા ચારથી પાંચ દિવસથી શહેર અને તાલુકા તેમજ ગ્રામિણ વિસ્તારોમા કમૌસમી વરસાદ પડયો છેએકાએક વાતાવરણમા બદલાવ આવવાના કારણે અમરેલી જીલ્લામા કમૌસમી વરસાદ શરૂ થવાથી હાલમા ખેડુતોને રવિપાકની મોસમ હોય અને સીમમા રવિપાક જેવા કે ઘઉં,ચણા,ધાણા,જીરૂ, એરંડા તેમજ લસણ ડુંગળી જેવા પાકો તૈયાર હોવાથી એકાએક કમૌસમી વરસાદ પડતા ખેડુતોને મોયે આવેલ કોળીયો ઝુંટવાયો છે. અને કમૌસમી વરસાદના કારણે રવિ પાકો અને અમરેલી જીલ્લામા મોટું નુકશાન થયેલ છે. અમરેલી જીલ્લામા અમરેલીમાં ગત રાત્રિના વરસાદનું જોરદાર ઝાપટું પડી જતા માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા જયારે આજે બપોરના એકાએક આકાશમા વાદળાઓ છવાતા વધ્ાુ 10 મી.મી. વરસાદ પડયો હતો .અમરેલી તાલુકાના બાબાપુરમા ગત રાત્રિના 8 વાગે ધોધમાર વરસાદ પડયો હતો. અને આસપાસના મેડી, તરવડા, સરંભડા જેવા ગ્રામિણ વિસ્તારોમા પણ વરસાદ પડયાનું હસુભાઈ રાવળની યાદીમા જણાવાયું છે.બાબરા શહેર તેમજ આસપાસના ખાખરીયા દરેડ,જોમબર વાળા, ઉંટવડ તેમજ ગ્રામિણ વિસ્તારોમા આજે બપોરના પવન સાથે અડધાથી એક ઈંચ જેવો વરસાદ પડયાનું દિપકભાઈ કનૈયાએ જણાવેલ. કમૌસમી વરસાદના કારણે બાબરા તાલુકામા રવિપાકોને નુકશાન થતા ખેડુતો દ્વારા સર્વે કરવા માટે માંગ કરવામા આવી છે. લાઠી તાલુકાના અકાળા ગામે બપોરના દોઢથી બે વચ્ચે વરસાદનું હળવુન ઝાપટું પડયાનુ રાજુભાઈ વ્યાસે જણાવેલ. ચલાલામા ગઈકાલે સાંજના 7 વાગે વાવાઝોડાની યાદ અપાવે તેવા પવન અને ગાજવીજ સાથે એક ઈંચ જેવો વરસાદ પડયો હતો. જયારે આજે બીજા દિવસે વરસાદનું હળવું ઝાપટું પડયાનું પ્રકાશભાઈ કારીયાની યાદીમા જણાવાયું છે.દામનગરમા આજે બપોરેવરસાદનું હળવું ઝાપટું પડયાનું વિનુભાઈ જયપાલે જણાવેલ.ધારીમા આજે બપોરોના ત્રણ કલાકે વરસાદનું જોરદાર ઝાપટું પડી જતા માર્ગો પર પાણી વહેતા થયા હતા.જયારે ધારી તાલુકાના ખીચા, દેવળા,ડાભાળી, જીરા, સરસીયા, દુધાળા જેવા ગ્રામિણ વિસ્તારોમા પણ વરસાદના ઝાપટા પડયાનું ઉદયભાઈ ચોલેરાએ જણાવેલ. જયારે ગીરકાંઠાના ગામો અને દલખાણીયામા સવારના 10:30 થી ચાર સુધીમા વરસાદના હળવા ઝાપટા પડયાનું યોગેશ સોલંકીએ જણાવેલ .જાફરાબાદમા બપોરના 3:30 કલાકે વરસાદનું ઝાપટું પડયાનું ફીરોજભાઈ પઠાણે જણાવ્યું હતું. સાવરકુંડલામા બપોરના ઝરમર વરસા્દ પડયાનું સૌરભ દોશીએ જણાવેલ. લીલીયાના હાથીગઢમા બપોરના 4 વાગે વરસાદનું જોરદાર ઝાપટું પડી જતા પાણી વહેતા થયા હતા. તેમ શ્રીકાંતદાદા દવેની યાદીમા જણાવાયું છે. ડેડાણથી બહાદુરઅલી હીરાણીના જણાવ્યા અનુસાર બપોરના વરસાદનું ઝાપટું પડયું હતું. ખાંભા તાલુકાના સમઢીયાળા અને ઈંગોરાળામા આજે બપોરના 3 થી 4 વચ્ચે આશરે અડધો ઈંચ જેવો વરસાદ પડી જતા ગામ બહાર પાણી વહેતા થયા હતા તેમ ઘનશ્યામભાઈ વરડાંગરે જણાવ્યું હતું. જયારે ખાંભામા બપોરના 4:30 થી 5:15 દરમ્યાન વરસાદનું જોરદાર ઝાપટું પડયાનું ભીખુભાઈ બાટાવાળાએ જણાવેલ. કુંકાવાવમા આજે બપોરના માત્ર પવન ફુંકાયાનું કિર્તિભાઈ જોશીએ જણાવેલ. લીલીયામા આજે બપોરના 4 વાગે માત્ર છાંટા પડયાનું અશોકભાઈ વિરાણીએ જણાવ્યું હતુ. જયારે રાજુલામા પણ બપોરના ઝરમર વરસાદ પડયાનું જયદેવ વરૂએ જણાવ્યું હતું.ધારગણી, લાખાપાદર, વાવડી, કરેણ અને ખંભાળીયામાં વરસાદના ઝાપટા પડયાનું ગોૈરાંગભાઇ વાળાએ જણાવ્યું હતું.અમરેલી જીલ્લા ફલડ કંટ્રોલ રૂમમા નોંધાયેલ વરસાદમાં અમરેલી 10 મી.મી.,ખાંભા 3 મી.મી. ,જાફરાબાદ 4 મી.મી., ધારી 4 મી.મી.,બાબરા 8 મી.મી. વરસાદ નોંધાયો