અમરેલી,
અમરેલી જીલ્લામાં કાળચક્ર ફરી વળતા ત્રણ કમોતના બનાવો જાહેર થયેલ છે.જેમાં ખાંભાના કોદીયામાં સગીરાનું ઝેરી દવા પી જતા તેમજ અમરેલીમાં યુવાનની સગાઈ તુટી જતા ગળાફાંસો ખાઈ જવાથી તેમજ અમરેલીના જાળીયા ગામે યુવાનનું સારવારમા લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ.ખાંભા તાલુકાના કોદીયા ગામે રહેતી શીતલબેન હિંમતભાઈ મકવાણા ઉ.વ. 17 નાનપણથી માનસિક બિમાર હોય અને તેઓની મગજની અસ્થિરતા હોય જેથી ગત તા. 14-10 ના આંચકી આવી જતા ગાંડાની જેમ કરવા લાગેલ અને ગામમાં રહેતા શાર્દુલભાઈ અરજણભાઈ સોલંકીના ઘરે જઈ ઝેરી દવા પી જતા પ્રથમ રાજુલા અને વધ્ાુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું હિંમતભાઈ પોપટભાઈ મકવાણાએ ખાંભા પોલિસ મથકમાં જાહેર કરેલ છે. જયારે બીજા બનાવમાં અમરેલી હનુમાનપરા જલારામનગર શેરી નં. 1 માં રહેતા જયેશ અમૃલાલ મકવાણા ઉ.વ. 26 ની સગાઈ બગસરા થયેલ હતી. બાદ અંગત કોઈ કારણથી સમાજ રીવાજે સગાઈ મુકી દીધ્ોલ હોય જેથી મનમા લાગી આવતા પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઈ જતા મૃત્યુંં નિપજયાનું પિતા અમૃતલાલ વસનજીભાઈ મકવાણાએ અમરેલી સીટી પોલિસ મથકમાં જાહેર કરેલ છે.જયારે ત્રીજા બનાવમાં અમરેલી તાલુકાના જાળીયા ગામે રહેતા હસમુખભાઈ વિનુભાઈ સાંગેચા ઉ.વ. 27 પોતાના ઘરે હોય તે દરમ્યાન કાઈ બોલતા ન હોયોજેથી સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે મૃત્યું પામેલ હોવાનું જાહેર કર્યાનું વિપુલભાઈ જગદીશભાઈ સાંગેચાએ અમરેલી તાલુકા પોલિસ મથકમાં જાહેર કરેલ