અમરેલી જીલ્લામાં યમરાજાના ધામા : કમોતના પાંચ બનાવો

અમરેલી,
અમરેલી જીલ્લામાં યમરાજના પડાવ નાખ્યો હોય તેમ જુદા જુદા સ્થળોએ પાંચ કમોતના બનાવો નોંધાયા હતા.જેમાં ઝેરી દવા પી જવાથી મૃત્યુંના ત્રણ બનાવો , એક વીજશોક લાગતા તેમજ બિમારીથી કંટાળી કેરોસીન છાંટી સળગી જતા મૃત્યું નિપજેલ ચલાલા દાનબાપુની જગ્યા પાસે રંજનબેન મહેન્દ્રભાઈ રાજયગુરૂ ઉ.વ. 62 છેલ્લા ત્રણ મહિનાથી બીપી તથા પેટમાં બળતરાની બિમારી હોય જેની સારવાર ડો.ધાખડા દ્વારા શરૂ હોય. અને દવા લેતા છતા સારૂ ન થતા કંટાળી જઈ પોતાના ઘરે રહેણાંક મકાનમાં પોતાની મેળે કેરોસીન છાંટી સળગી જતા મૃત્યું નિપજયાનું પુત્ર મિન્નતભાઈ રાજયગુરૂએ ચલાલા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.બીજા બનાવમાં ધારી તાલુકાના ભાડેર ગામે જયંતિભાઈ મોહનભાઈ જાદવ ઉ.વ. 35 પોતાના ઘરે બપોરના સમયે દુધમાં બદામ નાખવા બદામ ખાંડી હતી. અને બદામની જગ્યાએ ભુલથી બાજુમાં પડેલ ઘઉંમાં નાખવાના ટીકડાનો પાવડર પી જતા સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું પિતા મોહનભાઈ વસ્તાભાઈ જાદવે ધારી પોલિસ મથકમાં જાહેર કરેલ છે. ત્રીજા બનાવમાં બાબરા તાલુકાના જામબરવાળા ગામે કૈલાસબેન વશરામભાઈ રાઠોડ ઉ.વ. 50 ની દિકરી ઘરેથી કોઈની સાથે ભાગી ગયેલ હોય. જે બાબતે પોતાને લાગી આવતા પોતે પોતાની મેળે ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું પુત્ર અલ્પેશભાઈ વશરામભાઈ રાઠોડે બાબરા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.ચોથા બનાવમાં અમરેલી જેસીંગપરા શેરી નં. -1 માં રહેતા હરેશભાઈ રમણીકભાઈ માંગરોળીયા ઉ.વ. 48 ની વાડી અમરેલી ચલાલા રોડ રાધ્ોશ્યામ હોટલ નજીકશ્રીજી હોટલની પાછળ આવેલ હોય. જે વાડીમાં એરંડાનો વાવેતર કરેલ હોય.જે એરંડામાં પાણીની ઈલેકટ્રીક મોટર ચાલુ કરી પાણી વાળતા મોટરનો છુટો પડી જતા મોટર બંધ થતા લાઈટનો વાયર હાથથી સરખો કરવા જતા વિજશોક લાગતા મૃત્યું નિપજયાનું હિતેશભાઈ રમણીકભાઈ માંગરાળીયાએ અમરેલી તાલુકા પોલિસ મથકમાં જાહેર કરેલ છે. પાંચમા બનાવમાં લીલીયા તાલુકાના કુતાણા ગામે વસંતબેન હસમુખભાઈ હીરપરા ઉ.વ.45 ને પોતાનાથી ઘરનું કામકાજ થતું ન હોય જેથી મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું પતિ હસમુખભાઈ હીરપરાએ લીલીયા પોલિસ મથકમાં જાહેર કરેલ .