અમરેલી,
અમરેલી જીલ્લામાં ડેન્ગ્યુ , ચીકનગુનીયા, મેલેરીયા, તાવ, શરદી – ઉધરસ, ઝાડા -ઉલ્ટી સહિતનો રાગચાળો વકરી રહયો છે.આ તમામ રોગચાળા પ્રત્યે ગંભીરતાપુર્વક પગલા લેવામાં આવે અને વકરતા તોગચાળાના ઉપચાર માટે વિનામુલ્યે દવાનું વિતરણ કરવામાં આવે તેમજ ફોગીંગ , મેલેથીયોન દવાનો છંટકાવ, મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે ઘરે-ઘરે જઈ ટાંકામા દવા નાખવી અને મચ્છરના ઉત્પતીસ્થાનોમાં દવા છંટકાવ કરાવવા કલેકટરને પુર્વધારાસભ્ય પરેશભાઈ ધાનાણી દ્વારા રજુઆત કરવામાં આવી .