અમરેલી જીલ્લામાં વધુ 1 થી 4 ઇંચ વરસાદ પડયો

  • અવિરત વરસાદ શરૂ રહેવાથી જીલ્લાના 9 જળાશયો છલોછલ
  • નદી, નાળા, તળાવ, ચેક ડેમો છલકાયા: ખેતરોમાં પાણી ભરાયા 

    અમરેલી શહેર અને જીલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ 1 ઇંચ થી 4 ઇંચ સુધી વરસાદ પડયો હતો. અવિરત વરસાદ શરૂ રહેવાથી જીલ્લાના 9 જળાશયો છલોછલ નદી, નાળા, તળાવ, ચેક ડેમો છલકાયા હતા. અને ખેતરોમાં પાણી ભરાયા હતા. અમરેલી જીલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન ફલ્ડ કંટ્રોલ રૂમમાં નોંધાયેેલા વરસાદમાં અમરેલી 45 મીમી., ખાંભા 29 મીમી., જાફરાબાદ 48 મીમી., ધારી 41 મીમી., બગસરા 95 મીમી., બાબરા 111 મીમી., રાજુલા 35 મીમી., લાઠી 76 મીમી., લીલીયા 91 મીમી., વડિયા 53 મીમી., સાવરકુંડલા 36 મીમી. વરસાદ નોંધાયો હતો. આજે સવારથી વરાપ નીકળતા લોકોએ અને ખેડૂતોએ રાહત અનુભવી હતી.