અમરેલી જીલ્લામાં શીક્ષકોની 1232 જગ્યાઓ ખાલી

અમરેલી,
અમરેલી સહિત રાજ્ય ભરમા લાંબા સમયના અંતરે જીલ્લાફેર બદલી કેમ્પ સમગ્ર રાજ્યમાં યોજાતા મોટા ભાગના શીક્ષકોની બદલીઓ થઈ છે જેથી શીક્ષકોના મહેકમને ભારે અસર થઈ છે. અમરેલી જીલ્લામાં હાલ શીક્ષકોની 1232 જગ્યાઓ ખાલી પડી છે અમરેલી જીલ્લામાં કુલ 759 શાળાઓમાં પ્રાથમીક શીક્ષકોની 5041નું મહેકમ હતુ તેમા 3809 જગ્યાઓ ભરાયેલી હતી અને 1232 જગ્યાઓ ખાલી રહેતા બાળકોએ મુશ્કેલી વેઠવી પડે છે એક તરફ શાળામાં શીક્ષકોની ઘટ હતી જ તેમા પણ જીલ્લાફેર બદલી કેમ્પને કારણે બહારના શીક્ષકો પોતપોતાના જીલ્લામાં બદલી કરી જતા રહેતા અમરેલી જીલ્લામાં મોટા ભાગની શાળાઓમાં જગ્યા ખાલી છે. હવે સરકાર ભરતી કરે અને નવા શીક્ષકો ફાળવે તો જ મહેકમ પુરુ થાય તેમ છે. શીક્ષણને અસર ન થાય તે માટે સરકારે તાત્કાલીક ભરતી કરી મહેકમ પુરુ કરવુ જોઈએ તેવી લોક માંગ ઉઠી .