અમરેલી જીલ્લામાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ

અમરેલી, અમરેલી જીલ્લામાં કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બપોર બાદ કમૌસમી માવઠાનું વાતાવરણ સર્જાતા પવનની વાજડી સાથે વરસાદ પડી રહયો છે. બાબાપુરમાં સાંજે 5 : 30 કલાકે વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે અડધો ઇંચ વરસાદ પડી જતાં ગામ બહાર પાણી વહેતા થયા હતા. વરસાદના કારણે ઉનાળુ પાકને નુકશાન થશે તેમ જણાવ્યુ છે.