અમરેલી જીલ્લામાં હળવા ભારે ઝાપટાથી અઢી ઈંચ વરસાદ

અમરેલી,
અમરેલી જીલ્લામા આજે હવામાન વિભાગની આગાહીના ભારે વરસાદ પડવા યલો એલર્ટ જાહેર કરેલ તે વચ્ચે અમરેલી જીલ્લામા આજે સવારથી સાંજ સુધી આકાશમા વાદળો છવાયેલા રહયા હતા. અને વહેલી સવારથી સાંજ સુધી જીલ્લામા વરસાદના હળવા ભારે ઝાપટાઓથી લઈને અઢી ઈંચ જેવો ધોધમાર વરસાદ પડયો હતો. અમરેલી જીલ્લામા આજે સવારથી જ આકાશમા વાદળાઓ ગોરંભાયા હતા.અને દિવસ દરમ્યાન હળવા ભારે વરસાદ પડયો હતો. જીલ્લાના વડીયામા ધોધમાર સવા ત્રણ ઈંચ વરસાદ પડી જતા સર્વત્ર પાણીપાણી થઈ ગયું હતું. અને નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા તેમ ભીખુભાઇ વોરાએ જણાવ્યું હતું.જયારેબગસરામા આજે બપોરના ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડી જતા રસ્તાઓ ઉપર પાણી વહેતા થયાનું રૂપેશ રૂપારેલીયાએ જણાવેલ. જયારે જાફરાબાદથી ફીરોજ પઠાણના જણાવ્યા મુજબ ધીમી ધારે દિવસ દરમ્યાન પોણો ઈંચ વરસાદ પડયો હતો.ગીર પંથકના દલખાણીયા અને ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમા દિવસ દરમ્યાન ધીમી ધારે વરસાદ શરૂ રહયાનું યોગેશ સોલંકીએ જણાવેલ.નેસ વિસ્તારોમા વરસાદ પડતા માલધારીઓમા ખુશી વ્યાપી હતી. જયારે ચલાલા શહેરમા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા હળવા ભારે ઝાપટા પડયાનું પ્રકાશ કારીયાએ જણાવેલ .ધારી તાલુકાના ડાભાળી ,જીરા, સરસીયા, દેવળા , માધવપુરમા વાવણીલાયક ધીમી ધારે વરસાદ પડયાનું રણજીતવાળાએ જણાવ્યું હતું. ડેડાણથી બહાદુરઅલી હિરાણીના જણાવ્યા અનુસાર નીંગાળામા ધોધમાર વરસાદ પડયો હતો જયારે ત્રાકુડા અને વાંગ્રધ્રામા હળવા ભારે વરસાદના ઝાપટાઓ પડયા હતા. જયારે લાઠી શહેરમા પણ ધીમી ધારે વરસાદ પડયાનું વિશાલ ડોડીયાએ જણાવેલ . સાવરકુંડલા શહેર અને પંથકમા વરસાદના હળવા ભારે ઝાપટાઓ પડયાનું પ્રદિપભાઈ દોશીએ જણાવેલ.લીલીયાના હાથીગઢમા ધીમી ધારે મોલાતને ફાયદાકારક વરસાદ પડતા ખેડુતોમા ખુશી વ્યાપ્યાનું શ્રી કાંત દાદા દવેએ જણાવેલ. લીલીયામા હળવા ઝાપટા પડયાનું મહેશભાઈ દવેએ જણાવેલ ખાંભામા ધીમી ધારે વરસાદ પડયાનું પુર્વ સરપંચ અમરીશભાઈ જોશીએ જણાવ્યું હતું. દામનગરથી વિનોદભાઈ જયપાલના જણાવ્યા અનુસાર આજે બપોરના ધીમી ધારે અડધો ઈંચ વરસાદ પડયો હતો. બાબાપુરથી હસુભાઈ રાવળના જણાવ્યા અનુસાર બાબાપુર , તરવડા , મેડી , સરંભડા સહિત ગ્રામ્ય વિસ્તારોમા હળવા ભારે વરસાદના ઝાપટાઓ પડયા હતા જાફરાબાદ તાલુકાના લોર,હેમાળ, દુધાળા, પીછડી, ફાચરીયા, એભલવડ, છેલણા તેમજ ટીંબીમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડુતોમાં ખુશી જોવા મળ્યાનું ડીડી વરૂએ જણાવ્યું હતું.અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલરૂમમાં નોંધાયેલ વરસાદમાં વડીયા કુંકાવાવ 87 મીમી, બાબરા 8 મીમી, લાઠી 5 મીમી, લીલીયા 10 મીમી, અમરેલી 8 મીમી, બગસરા 35 મીમી, ધારી 4 મીમી, સાવરકુંડલા 3 મીમી, ખાંભા 4 મીમી, સાવરકુંડલા 3 મીમી, જાફરાબાદ 17 મીમી, રાજુલા 6 મીમી, અમરેલી 8 મીમી વરસાદ નોંધાયો