અમરેલી જીલ્લામાં ૠતુ જન્ય રોગચાળાની અસર

  • મિશ્ર ૠતુના અહેસાસ સાથે દિવસે ગરમી અને મોડી રાત્રીના ઠંડી 
  • લોકોમાં શરદી-ઉધરસ-તાવ-ઝાડા જેવી બિમારીએ દેખા દીધી : દવાખાનાઓમાં પણ દર્દી વધ્યાં

અમરેલી,
અમરેલી શહેર અને જીલ્લામાં દિવસે સખત ગરમી અને મોડી રાત્રીના ઠંડીના કારણે મિશ્ર ૠતુનો અનુભવ થઇ રહ્યો છે. મિશ્ર ૠતુ શરૂ થતા લોકોમાં શરદી-ઉધરસ-તાવ-ઝાડા જેવી બિમારી જોવા મળતા ખાનગી દવાખાનાઓમાં દર્દીઓ જોવા મળી રહ્યા છે. મિશ્ર ૠતુના કારણે લોકો ૠતુ જન્ય રોગચાળાની અસરમાં સપડાયા છે. ખાસ કરીને લોકોને શરદી-ઉધરસ-તાવની બિમારી વધુ પડતી જોવા મળે છે. હોળી ધુળેટી બાદ ઉનાળાની ૠતુ જામશે જેથી લોકોમાં બિમારી ઘટશે અને ઉનાળામાં ગરમીનુ પ્રમાણ વધતા લોકોમાં ઝાડા-ઉલ્ટીની અસર જોવા મળે છે. જેથી ઉમર લાયક લોકોએ વધ્ાુ પડતી ગરમીથી સાવચેતી રાખવી પડશે.