અમરેલી જીલ્લામાં 206 જેટલા લોકોને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા

  • ઠંડીનો ચમકારો દેખાતાજ નશાખોરોની સંખ્યા વધી
  • જુદા – જુદા સ્થળોએથી નશો કરેલી હાલમાં ઝડપી જેલની હવા ખવડાવી

અમરેલી,
અમરેલી જીલ્લામાં ઠંડીનો ચમકારો દેખાતાજ નશાખોરોની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહયો છે. અમરેલી જીલ્લા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન જુદા – જુદા સ્થળોએથી પોલીસે 206 જેટલા લોકોને ઢીંગલી થયેલી હાલતમાં ઝડપી લઇ જેલની હવા ખવડાવી નશો ઉતારીયો હતો.