અમરેલી,
અમરેલી જીલ્લા પંચાયત સહિત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશીકભાઈ વેકરીયાના પ્રયાસોથી ખાલી જગ્યા ભરવા પ્રયાસો હાથ ધરાયા છે. જેના ભાગ રૂપે અમરેલી જીલ્લામાં ગ્રમપંચાયતો સહિત 238 તલાટી મંત્રીઓની ખાલી જગ્યાઓ ઉપરાંત 57 જુનીયર ક્લાર્કોની ખાલી જગ્યાઓ ભરાતા વહીવટી કામગીરીમાં સરળતા રહેશે જીલ્લામાં હજુ પણ બાકી રહેલ ખાલી જગ્યાઓ ભરવા શ્રી કૌશીકભાઈ વેકરીયા સહિતના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા.