અમરેલી,
અમરેલી જીલ્લામાં યમરાજાએ ધામા નાખ્યા હોય તેમ કાળચક્ર ફરી વળતા અમરેલીમાં વૃધ્ધનું કામનાથ ડેમમા ડુબી જતા, બગસરાના શાપરમાં વૃધ્ધનું નદીમા ડુબી જતા તેમજ સાવરકુંડલાના ખોડવદરી ગામે ખેતીકામ કરતા પ્રૌઢનું હાર્ટએટેક આવી જતા મૃત્યું નિપજેલ.અમરેલી જેસીંગપરા કામનાથ મહાદેવ મંદિર અજીક નજીક અજાણ્યા 60 વર્ષના વૃધ્ધનું કોઈપણ રીતે પાણીમાં ડુબી જવાથી મૃત્યું નિપજયાનું કામનાથ મહાદેવ મંદિરના પુજારી મનુભારથી રાજુભારથી ગોસાઈએ અમરેલી સીટી પોલિસ મથકમાં જાહેર કરતા પોલિસે લાશને બહાર કાઢી પીએમ માટે ભાવનગર દવાખાને ખસેડવામાં આવેલ છે.બીજા બનાવમાં બગસરા તાલુકાના શાપર ગામે રહેતા હિંમતભાઈ મેરાભાઈ ચુંમકીયા ઉ.વ. 62 ને આજથી દોઢેક વર્ષ પહેલા મગજનો સ્ટ્રોક ઓવેલ હોય. અને જેની દવા ચાલુ હોય અને તેમની માનસિક સ્થિતિ ખરાબ હોય. જેથી પોતે પોતાની મેળે કંટાળી જઈ સાતલડી નદીના પુલ ઉપરથી પાણીમાં ડુબી જવાથી મૃત્યું પામ્યાનું પુત્ર ભુપતભાઈ ચુંમકીયાએ બગસરા પોલિસ મથકમાં જાહેર કરેલ છે. ત્રીજા બનાવમાં સાવરકુંડલા તાલુકાના ખોડવદરી ગામના સુરેશભાઈ સવજીભાઈ ટાણેસા ઉ.વ. 50 તા. 24-10 ના સવારના 9:00 પહેલા કોઈપણ સમયે સાવરકુંડલા મહુવા રોડે રેલ્વે ફાટક પાસે આવેલ વાડી વિસ્તારમાં ભાગીયું રાખી ખેતીકામ કરતા હોય અને વાડીએ રહેતા હોય ત્યારે રાત્રિના સમયે હાર્ટ એટેક આવી જતા મૃત્યું પામ્યાનું ધનાભાઈ સવજીભાઈ ટાણેચાએ સાવરકુંડલા પોલિસ મથકમાં જાહેર કરેલ .